રહીશો પરેશાન:મહેસાણા કસ્બાથી શોભાસણ રોડ 15 વર્ષથી જર્જરિત હાલતમાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉબડખાબડ રોડ નવો બનાવવા સ્થાનિક રહિશોની માંગ
  • તાલુકા પંચાયત હસ્તક રોડ આસપાસ 25 સોસાયટીના રહીશો પરેશાન

મહેસાણા કસ્બાથી શોભાસણ રોડ તાલુકા પંચાયત હસ્તકનો રોડ છે. આ રોડ છેલ્લા 15 વર્ષથી જર્જરીત હાલતમાં હોય રોડની બન્ને સાઈડ આવેલી 25 જેટલી સોસાયટીના રહીશો ઉબડખાબડ રોડના કારણે તોબા પોકારી ઉઠયા છે. નગરપાલિકાનો વેરો ભરતા સોસાયટીના રહીશો રોડનું નવિનીકરણ ઝંખી રહ્યા છે. બીજી તરફ રોડ તાલુકા પંચાયત હસ્તકનો હોય નવીનીકરણ માટે પાલિકા હસ્તક કરવા માટે વિસ્તારના કોર્પોરેટર સલીમભાઇ વોરાએ સૂચન કર્યું છે, હવે પાલિકા સંકલનની બેઠકમાં રજૂઆત કરીને આગળની કાર્યવાહી કરાશે.

કસ્બા સોભાસણ રોડ પર સાલીમાર, શુકુન, સંજરી, ચિસ્તીયા, અલીફ રેસીડન્સી , બાબા મસ્તાન પાર્ક, સનાપાર્ક, બિલાલ પાર્ક, બિસ્મીલ્લા પાર્ક, ખ્વાજા રેસીડન્સી, સાહિલ રેસીડેન્સી, મીમ રેસીડેન્સી, આશિયાના રેસીડેન્સી આવેલી છે. આ સોસાયટીના રહીશો જર્જરિત રોડથી કંટાળી ગયા છે વાહનો પણ રોડ પરથી પસાર થતાં ખખડધજ બની રહ્યા છે આખો દિવસ દૂરથી હોય છે ત્યારે સત્વરે રોડ મરામત થાય તેવી માંગ ઉઠી છે વિસ્તારના કોર્પોરેટર સલીમભાઈ વોરાએ કહ્યું કે રોડ તાલુકા પંચાયત હસ્તકનો છે અને સોસાયટીઓ નગરપાલિકા હદમાં આવે છે .અમે તાલુકા પંચાયત પાસે આ રોડ બનાવવા એન.ઓ.સી માટે પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...