નકલી મેચ પર સટ્ટો રમાડવાનો મામલો:વડનગરમાં નકલી ક્રિકેટ મેચ રમાડનાર શોએબને રશિયાથી એક લાખની ઓફર કરાઈ હતી, પોલીસ તપાસમાં કબૂલાત કરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટરોના ડ્રેશ માટે અને ખેતરના ભાડા સહિત અન્ય ખર્ચ મળી કુલ 6 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા
  • શોએબ ​​​​​​​રશિયામાં બે મહિના વિઝીટર વિજા પર ગયો હતો, એક મહિનો રશિયામાં 60 હજાર પગાર લઈ ક્રિકેટ રમ્યો

વડનગર તાલુકાના મોલીપુર ગામે ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. જે નેટર્વકનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે બાદ મહેસાણાની ટીમે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓમાંથી શોએબ દાવડાએ એવી કબુલાત કરી હતી કે, તેને મોસ્કો જવું હોય અને ત્યાં જવું સરળ બને તે માટે રશિયામાં બે મહિના વિઝીટર વિઝા પર તે રોકાયો હતો અને ત્યાંથી કાઉન્ટીમાં રૂપિયા 60 હજાર પગાર લઈ એક મહિનો ક્રિકેટ પણ રમ્યો હતો.

રૂ. 6 લાખનું પેમેન્ટ રશિયાથી આપવામાં આવ્યું
રશિયાથી પરત ફર્યા બાદ આરોપી શોએબ દાવડાને મીશાના નામના શખ્સે ફોન કરી મોલીપુરમાં ક્રિકેટ રમાડવાની અને મહિને રૂપિયા 1 લાખ પગારની ઓફર આપી હતી. જે ઓફર સ્વીકાર્યા બાદ શોએબ દાવડાનો પરિચય આરીફ મોહમ્મદ સાથે થયો હતો. શોએબે રશિયાથી પરત આવ્યાં બાદ મીશા નામના શખ્સે કોન્ટેક કર્યો હતો અને ઓફર આપી હતી. મોલિપુરના આરોપી શોએબ દાવડાએ ઓફર સ્વીકારી લીધા બાદ તેને અત્યાર સુધીમાં રૂપિયા 6 લાખનું પેમેન્ટ રશિયાથી આપવામાં આવ્યું હતું. જેમાં એક લાખ તેનો પગાર તેમજ અન્ય ખર્ચા મળી કુલ 6 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતો. સોયબના પરિવારજનોના બેંક ખાતાની ચકાસણી અને આંગડિયા પેટીમાં તપાસ પોલીસ કરનાર છે.

રૂપિયા 3 લાખ રશિયાથી સીધા શોએબના ખાતામાં જમા કરાવ્યાં
વડનગર તાલુકામાં આવેલા મોલિપૂરની સીમમાં સોએબે બનાવેલા ભાડાના ખેતરમાં ક્રિકેટ રમવા મેદાન બનાવવા અને ખિલાડીઓ માટે ક્રિકેટ ડ્રેશ લેવા રશિયાથી રૂ 6 લાખ જેવી રકમ મળી છે. જેમાંથી 3 લાખ રશિયાથી સીધા શોએબના ખાતામાં જમા કરાવ્યાં હતા અને 3 લાખ વિસનગરની એક આંગડિયા પેઢીને હવાલે કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે સોયબના પરિવારજનોના બેંક ખાતાની ચકાસણી અને આંગડિયા પેઢીમાં પણ પોલીસ તપાસ હાથ ધરશે.

શું છે સમગ્ર મામલો?
​​​​​​​
મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. 15 દિવસથી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.
આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો. આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. જેની જાણ મહેસાણા એસઓજીની ટીમને થતા આ ગુનો ડિટેક્ટ કર્યો છે.

શોએબ નામનો આરોપી 3 માસ અગાઉ રશિયા ગયો હતો. જ્યાં તે કલબમાં આ પ્રકારે સટ્ટો રમતો હતો. જેથી તેણે મહેસાણામાં આવો ખેલ કરી રશિયાના લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો. આ શખ્સે મહેસાણામાં લોકલ ખેલાડીઓને ક્રિકેટ રમાડી રશિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરી છેતરપિંડી આચરી હતી. આરોપી દાવડા શોએબે ધરોઈ કેનાલની નજીક આવેલા ગુલામભાઈ મસીનું ખેતર ભાડેથી રાખી તે ખેતરમાં ગામડાના મજૂરી કરતા અને ક્રિકેટ રમતા કુલ 21 ખેલાડીઓને એક દિવસના 400 રૂપિયાની લાલચ આપી મેચ રમાડતો હતો. મેચનું લાઈવ પ્રસારણ માટે કેમેરા તેમજ એલઈડી લાઈટો પણ ગોઠવી હતી. જોકે, આ સમગ્ર મેચ બનાવટી અને ફિક્સિંગ મેચ હતી. જેમાં રશિયાથી એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો. રશિયાના લોકો આ મેચને મોટી મેચ માની સટ્ટો લગાવતા હતા. જે બાદ રશિયામાં રહેલો શખ્સ જે પ્રમાણે કહેતો તે પ્રમાણે મેચનું પરિણામ આવતું હતું. રશિયામાં રહેલો શખ્સ આઉટ થવાનું કહેતો તો અહિં રમી રહેલો ખેલાડી આઉટ થઈ જતો હતો. આમ સર્પુણ મેચ ફિક્સ કરેલી હતી અને રશિયાના લોકોને છેતરવામાં આવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...