મહોત્સવ:મહેસાણામાં આજથી રોશનીના ઝગમગાટ સાથે જામશે શેરી ગરબા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિ , સોસાયટીઓમાં રાત્રે 12 સુધી જામશે સ્પીકર, ડીજે, પાર્ટીના તાલે ગરબા
  • ​​​​​​​ગત વર્ષે કોરોનાના કારણે માત્ર માતાજીની આરતી પૂરતો નવરાત્રી મહોત્સવ સીમિત રહ્યો હતો, આ વખતે કાળજી સાથે ગરબા મહોત્સવનું આયોજન

મહેસાણા શહેરમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ ગુરુવારથી શરૂ થશે. ગત વર્ષે કોરોનાના કારણે માત્ર માતાજીની આરતી પૂરતો નવરાત્રી મહોત્સવ સીમિત રહ્યો હતો, જે આ વર્ષે કોરોના હળવો થતાં મળેલી છૂટછાટમાં સોસાયટીઓ અને મહોલ્લામાં કાળજી સાથે ગરબા મહોત્સવના આયોજન કરાયાં છે. આ પહેલાં બુધવારે ચાચરચોક રંગબેરંગી રોશનીથી શણગારાયા હતા. ગુરુવાર સાંજે 4 થી 5માં સોસાયટીઓ કોમનપ્લોટમાં માતાજીનું વાજતે ગાજતે સ્થાપન કરશે.

રાત્રે 9 વાગે આરતી બાદ ગરબા શરૂ કરશે અને સરકારની ગાઇડ લાઇન મુજબ રાત્રે 12 વાગે સમાપન કરશે. શહેરમાં 28 જેટલી સોસાયટી, મહોલ્લાએ લાઉડ સ્પીકર સાથે ગરબા મહોત્સવની મહેસાણા મામતલદાર કચેરીએ પરવાનગી લીધી છે. શહેરના રાધનપુર રોડ તિરૂપતિ બંગ્લોઝમાં ગત વર્ષને બાદ કરતાં આ વખતે 18મો નવરાત્રી મહોત્સવ થશે. સોસાયટીના વિષ્ણુભાઇ પટેલે કહ્યું કે, 250 પરિવારના આ નવરાત્રી ઉત્સવમાં આઠમે વેશભૂષાનું આયોજન કરાયું છે.

પરા રામજી મંદિર ચોકમાં પરા યુવક ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી નવીનભાઇ પટેલે કહ્યું કે, ગત વર્ષે કોરોનાના કારણે માત્ર નવરાત્રી માતાજીની આરતી કરીને સમાપન કરાઇ હતી, આ વખતે ડીજે ઉપર ગરબા રમાશે. મોઢેરા રોડ સરદારધામ સોસાયટીના રણછોડભાઇ પટેલે કહ્યું કે, સોસાયટીમાં 15મી નવરાત્રીમાં ડીજેના તાલે ગરબા રમશે. વિસનગર લીંક રોડ તિરૂપતિ હર્ષ રેસીડેન્સીમાં અશ્વીનભાઇ ચૌધરીએ કહ્યું કે, સોસાયટીમાં નવ દિવસ માટે ઓરકેસ્ટ્રા કરાઇ છે, રાત્રે 10 થી 12 સુધીની સમય મર્યાદામાં ગરબા રમાશે.

શહેરમાં મહોલ્લા - સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ
પરા ટાવર પાસે રામજીમંદિર ચોક
અક્ષરધામ ટાઉનશીપ, વિસનગર લીંક રોડ
તુલસી બંગ્લોઝ ,રાધનપુર રોડ
સિમંધર ફ્લેટ, નાગલપુર
તિરૂપતિ હર્ષ રેસીડન્સ, વિસનગર લીંક રોડ
યશોદાનગર, એરોડ્રામ રોડ
સાર્થક બંગ્લોઝ, રાધનપુર રોડ
વી.આઇ.પી નગર વિભાગ-1, મોઢેરા રોડ
વી.આઇ.પી નગર વિભાગ-2,મોઢેરા રોડ
તિરૂપતિ બંગ્લોઝ, રાધનપુર રોડ
સરદારધામ સોસાયટી, મોઢેરા રોડ
સૌદર્ય ગેલેક્ષી વિભાગ એ-બી, મોઢેરા રોડઢ
અર્જુનપાર્ક સોાસયટી, રાધનપુર રોડ
કર્મચારીનગર, સોમનાથ રોડ
તિરૂપતિ, મોઢેશ્વર ચોકડી
ઊંચી શેરી
કૃણાલ હોમ ટાઉન
સોનીવાડો
ગોલ્ડમન હોમ્સ સોસાયટી
પટવાપોળ
રાજધાની ટાઉનશીપ, રાધનપુર રોડ
અવિરાજ બંગ્લોઝ, રાધનપુર રોડ
મગપરા મંદિરની બાજુમાં
અક્ષરધામ ફ્લેટ
સેટેલાઇટ સોસાયટી, રાજકમલ પેટ્રોલપંપ પાસે
વાસુપુજ્ય ફ્લેટ, ટી.બી રોડ
સોમવેદ વીલા,એરોડ્રામ રોડ

અન્ય સમાચારો પણ છે...