તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહિલા, દિવ્યાંગોને ફ્રી સિટીબસ સેવાનો ખર્ચ કાઢવા આશ્રય હોટલ પાસે શોપિંગ ઊભું કરશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાનો ટીપી પ્લોટમાં કોમર્શિયલ માર્કેટ બનાવી આવક ઊભી કરવા નિર્ણય
  • ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળમાં 40 દુકાનો બનાવી વેચાણ અથવા પાઘડીથી અપાશે : કા. ચેરમેન

મહેસાણા શહેરમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી સિટીબસ સેવાના સત્તાધિશોના નિર્ણયમાં વર્ષે રૂ.એક કરોડનો બોજો નગરપાલિકાના માથે આવનાર છે. ત્યારે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા આશ્રય હોટલની બાજુમાં ટીપીના ખાલી પ્લોટમાં કોમર્શિયલ માર્કેટ બનાવવા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલની શુક્રવારે મળેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો.બેઠકમાં પ્રશાંત સિનેમા રોડ પર ટીપી સ્કીમ-2માં લોકલ શોપ માટે રિઝર્વ ફાઇનલ પ્લોટ નં.16માં શોપિંગ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

અહીં ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળમાં 40 થી 45 દુકાનો બનાવી વેચાણ અથવા પાઘડીથી નિયમો બનાવીને આપવા નક્કી કરાયું હતું. હાલ અહીં ખાલી પ્લોટની આજુબાજુ શાકભાજીની લારીઓ ઉભી રહે છે. વર્ષોથી 686 ચોરસ મીટરનો આ પ્લોટ પડ્યો રહ્યો છે. જેમાં 1.8 એફએસઆઇ મળતી હોઇ બે માળમાં શોપિંગ સેન્ટર બનાવાશે. ત્રણ-ત્રણ હજાર ફૂટ મળી કુલ 10 હજાર ફૂટ જગ્યા બાંધકામમાં મળશે. સરકારી ગ્રાન્ટમાંથી કોમર્શિયલ હેતુસરના પ્લોટમાં શોપિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. લોકલ શોપના હેતુ માટે મળેલા પ્લોટનો 34 વર્ષ પછી ઉપયોગ થશે.

અન્ય સમાચારો પણ છે...