તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપના વોર્ડ-5નાં 23 વર્ષીય શીતલબેન ઠાકોર અને કોંગ્રેસના વોર્ડ-1નાં 24 વર્ષીય પ્રિયાબેન ચૌધરી સૌથી નાની વયનાં ઉમેદવાર

મહેસાણા18 દિવસ પહેલાલેખક: બ્રિજેશ પટેલ
 • કૉપી લિંક
શીતલબેન ઠાકોર - Divya Bhaskar
શીતલબેન ઠાકોર
 • મહેસાણા પાલિકાની ચૂંટણીમાં 20થી 40ની ઉંમરના 19 ઉમેદવારોને કોંગ્રેસે, 14ને ભાજપે ટિકિટ આપી
 • બે ડોક્ટર અને વકીલની ડિગ્રી ધરાવતા 5 ઉમેદવારો છે

મહેસાણા પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આ વખતે યુવાઓની સાથે ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે. જેમાં યુવાનો એટલે કે 20 થી 40ની ઉંમરના 19 ઉમેદવારોને કોંગ્રેસે, તો 14 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. એમાંયે ભાજપના વોર્ડ નં.5ના 23 વર્ષીય ઉમેદવાર શીતલબેન ઠાકોર સૌથી નાની વયનાં છે. તો કોંગ્રેસમાંથી વોર્ડ નં.1ના 24 વર્ષીય ઉમેદવાર પ્રિયાબેન ચૌધરી સૌથી નાની વયનાં છે. ભાજપમાં 20 થી 30 વર્ષની વયના ત્રણ ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી આવા 5 ઉમેદવારો છે.

પ્રિયાબેન ચૌધરી
પ્રિયાબેન ચૌધરી

મહેસાણા પાલિકાની આ ચૂંટણીમાં સૌથી વધુ અભ્યાસમાં વોર્ડ નં.6માં ભાજપના ઉમેદવાર રમેશભાઇ પટેલ એમએસસી પીએચડી પદવી ધરાવે છે. તો આ ચૂંટણીમાં સૌથી વયસ્કમાં વોર્ડ નં.5ના કોંગ્રેસના ઉમેદવાર હરગોવિંદભાઇ પટેલ છે, તેમની ઉંમર 67 વર્ષ છે. જ્યારે ભાજપમાં 59 વર્ષીય કૌશિક વ્યાસ, પ્રેમીલાબેન સોજલીયા અને મધુબેન ગોસ્વામીનો સમાવેશ થયા છે. ભાજપમાં 3 અને કોંગ્રેસમાં 2 વકીલની ડિગ્રી ધરાવે છે ભાજપના વોર્ડ નં.1ના મુકેશ સોલંકી, વોર્ડ નં.2ના પિન્કેશ ચૌધરી અને વોર્ડ નં.4ના કમલેશ જાની એડવોકેટ એટલે કે એલએલબીની ડિગ્રી ધરાવે છે.

તો કોંગ્રેસમાંથી વોર્ડ નં.2ના કમલેશ સુતરીયા અને વોર્ડ નં.9ના દશરથજી ઠાકોર પણ એલએલબી થયેલા છે.ધોરણ 9 કે તેથી ઓછું ભણેલા 14, એક ઉમેદવાર અભણ ચૂંટણીમાં ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામા પર નજર કરીએ તો, કોલેજકક્ષા, ગ્રેજ્યુએટ કે તેથી ઉચ્ચ શિક્ષણ મેળવેલા ભાજપમાંથી 18 અને કોંગ્રેસમાંથી 15 ઉમેદવારો છે. ભાજપમાં 11 અને કોંગ્રેસમાં 8 ઉમેદવાર ધોરણ 12 પાસ છે.

તો ભાજપના 2 અને કોંગ્રેસના એક ઉમેદવાર ધો.10 નાપાસ છે. ધો.10 પાસ ભાજપના પાંચ અને કોંગ્રેસના 11 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ધોરણ 9 કે તેથી ઓછો અભ્યાસવાળા ભાજપમાંથી 6 અને કોંગ્રેસમાંથી 8 ચૂંટણી જંગમાં છે. વોર્ડ નં.8માં કોંગ્રેસના ઉમેદવાર ભગવતીબેન પ્રજાપતિએ કોઇ શૈક્ષણિક અભ્યાસ દર્શાવ્યો નથી.

ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ પણ ઉમેદવાર
વોર્ડ નં.1માંથી 40 વર્ષિય ડેન્ટિસ્ટ ર્ડા. મિહિર પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તો વોર્ડ નં.5માંથી 29 વર્ષિય ફિઝિયોથેરાપિસ્ટ ર્ડા.મેઘા પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તબીબી પ્રેક્ટીસની સાથે રાજકીય કારકિર્દીના ઉંબરે પગ મૂક્યો છે.

એન્જિનિયર, એમબીએ પણ ચૂંટણીમાં
ભાજપમાંથી વોર્ડ નં.3માં જે.એમ. સાર્વજનિક હાઇસ્કૂલના શિક્ષક દીપક ચૌધરી, વોર્ડ નં.10 માંથી કર્વે હાઇસ્કૂલનાં શિક્ષિકા આશાબેન ભીલ અને વોર્ડ નં.11માં પરા સ્કૂલના ક્લાર્ક અને પૂર્વ કોર્પોરેટર રમેશ (ભૂરી) પટેલનાં પુત્રવધૂ સેજલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નં.4માં પ્રેમિલાબેન સોજલીયા પીટીસી થયેલાં છે. વોર્ડ નં.2માં ભાજપના 31 વર્ષીય ઉમેદવાર ભવાનીસિંહ પ્રિન્સ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે. કોંગ્રેસમાંથી વોર્ડ નં.9માં 31 વર્ષીય ધવલ શાહ એમબીએની ડિગ્રી ધરાવે છે. વોર્ડ નં.6માં કોંગ્રેસના નવિનચંદ્ર પટેલ ડિપ્લોમા ફાર્મસી અને ભાવનાબેન પટેલ એટીડી થયેલાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો