તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમે શુક્રવારે બપોરે ઊંઝાના જગન્નાથપુરાની સીમમાં રેડ કરી વરલી મટકાનો જુગાર રમી રમાડતા 7 શખ્સોને રોકડ રૂ.21,160, 7 મોબાઇલ, 12 વાહનો મળી કુલ રૂ.3,32,660નો મુદ્દામાલ સાથે ઝડપી ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરના પીએસઆઇ આર.પી. પરમાર સહિત સ્ટાફે જગનાથપુરાની સીમમાં કહોડા ગામના રાજુજી ઠાકોરના ખેતરમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. જેમાં ઊંઝાનો જગદીશ ઉર્ફે જગો નટરાજ સહિત 7 શખ્સો જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ રૂ.21,160, 10 બાઇક, 2 રિક્ષા સહિત 12 વાહનો કિં. રૂ.2,95,000, 7 મોબાઈલ કિ. રૂ.16,500 મળી કુલ રૂ.3,32,660નો મુદ્દામાલ કબજે લઈ ખેતર માલિક રાજુજી ઠાકોર તેમજ 10 જેટલા બાઇકના માલિકો હાથ લાગ્યા ન હતા.
જુગાર રમતાં પકડાયેલા શખ્સો
1.પટેલ જગદીશ ઉર્ફે બિનિશ ઉર્ફે જગો નટરાજ જયંતિલાલ (ઊંઝા જય અંબે પાર્ક, દાસજ રોડ),
2. ઠાકોર દિનેશજી મોતીજી (ઉનાવા, ટેબલાવાસ)
3. ઇબ્રાહિમ સલીમખા મોગલ (સિદ્ધપુર, નવોવાસ), 4. ફૈસલ મોહંમદ યુસુફ સોદાગર (પાટણ, રક્તાવાડ), 5. પટેલ અરવિંદ રામાભાઈ (છઠીયારડા, મોતીપુરા મહોલ્લા), 6. ઠાકોર વિષ્ણુજી ઇશ્વરજી (ભાન્ડુ, તા.વિસનગર), 7. પરમાર સંજય બાલાભાઇ (શિંહી, તા.ઊંઝા)
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.