ગ્રામયાત્રા:મહેસાણા જિલ્લામાં ગુરુવારથી ત્રણ દિવસ આત્મનિર્ભર ગ્રામયાત્રા ઘૂમશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.33.57 કરોડના કામોનાં ખાતમુહૂર્ત, લોકાર્પણ કરાશે
  • ગોઝારિયાથી યાત્રા શરૂ થશે, 4 રથ જિ.પં.ની 42 સીટ વિસ્તારમાં ફરશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં આગામી તા.18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામયાત્રાનું સરકારે આયોજન કર્યું છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયતની 42 સીટ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો સાથે આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ પરિભ્રમણ કરશે. મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે 4 રથોનું પ્રસ્થાન કરાવાશે. આ દરમિયાન 12 વિભાગોમાં કુલ રૂ.33.57 કરોડના વિકાસ કામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે.

જિલ્લા કક્ષાએ ગોઝારિયા ગ્રામ પંચાયતથી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુરુવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. આત્મનિર્ભર ગ્રામયાત્રામાં મહેસાણા પ્રાંતને મહેસાણા અને ઊંઝા, કડી પ્રાંતને કડી, જોટાણા અને બહુચરાજી, વિસનગર પ્રાંતને વિસનગર અને વિજાપુર, ખેરાલુ પ્રાંતને ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકામાં સુપરવાઇઝીંગ અને મોનિટરિંગની કામગીરી સોંપાઇ છે. 10 તાલુકાના મામલતદારો કાયદો-વ્યવસ્થા નોડલની જવાબદારી સંભાળશે અને ટીડીઓ નોડલ તરીકે મૂકાયા છે. ઉપરાંત, જિલ્લા પંચાયતની દરેક સીટવાઇઝ અધિકારીઓને ફરજમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...