તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજ્યમાં માત્ર વડનગરના સુંઢિયાની ડ્રોન ફ્લાય ગ્રીનઝોન વિસ્તાર તરીકે પસંદગી

મહેસાણા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્ર સરકારે ગુજરાતમાં 1 સહિત દેશમાં 26 ગ્રીનઝોન પસંદ કર્યા

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવીએશનના એસડીઆઇટી ડિવિઝન દ્વારા ડ્રોન ફ્લાય માટે દેશના 10 રાજ્યોમાંથી 26 ગ્રીનઝોન પસંદ કરાયા છે. જેમાં ગુજરાતમાંથી માત્ર વડનગર તાલુકાના સુંઢિયા ગામને પસંદ કરાયું છે. આ વિસ્તારમાં હવે કોઇપણ પ્રકારની પરવાનગી વગર ડ્રોનની તાલીમ અને વિવિધ પ્રકારના પરિક્ષણો કરી શકાશે તેમ શ્રેય ડ્રોન એકસ્પર્ટ તથા પ્રાઈમ યુએવીના ફાઉન્ડર પ્રદિપ પટેલ અને હિતેન પટેલે જણાવ્યું હતું. સુંઢિયામાં ડિઝિટલ સ્કાય પ્લેટફોર્મ પર રજીસ્ટ્રર થયેલા ડ્રોન કોઇપણ પરવાનગી વગર હવે ડ્રોન ફ્લાય કરી શકાશે. ડ્રોન ફ્લાયની તાલીમ સાથે વિવિધ પ્રકારના ટેસ્ટીંગ આ વિસ્તારમાં થશે. એટલુ જ નહીં પરંતુ રાજ્યભરના રજીસ્ટ્રર ડ્રોન માલિકો અહીં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો