ભરતી મેળો:જિલ્લામાં ITIના 287 તાલીમાર્થીની એપ્રેન્ટીસ ભરતી મેળામાં પસંદગી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા GIDC હોલમાં એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

મહેસાણા જિલ્લામાં આઇ.ટી.આઇમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને તેમના વિષયના ટ્રેડ એકમોમાં એપ્રેન્ટીસ તરીકે અનુભવ અને રોજગારની તક પૂરી પાડતો ભરતી મેળો યોજાયો હતો. જેમાં 41 જેટલા નોકરીદાતા એકમોમાં 287 વિદ્યાર્થીઓની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરાઇ હતી.મહેસાણા જી.આઇ.ડી.સી હોલમાં સાંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો. જેમાં 41 જેટલાં જુદા જુદા ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 848 માંથી 287 વિદ્યાર્થીઓની સ્થળ પર જ એપ્રેન્ટીસ તરીકે ભરતી કરાઇ હતી અને 35 ઉમેદવારોના ઓનલાઇન કોન્ટ્રાક્ટ કરાયા હતા.

આ નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં 41 એકમો દ્વારા 457 જગ્યાઓ જાહેર કરાઇ હતી.આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુવાનોને રોજગારીની તકો પૂરી પડાઇ રહી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સહિત અનેક વિધ યોજનાઓ થકી આજનો યુવાન રોજગારીનું સર્જન કરતો થયો છે. સ્ટાર્ટ અપ,સ્ટેન્ડ અપ ઇન્યાડિના માધ્યમથી રોજગારની નવી તકો વિકસી છે. રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોરે વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.

આ પ્રસંગે અધિક નિયામક જિલ્લા રોજગાર અને તાલીમ કે. વી, .ભાલોડીયા, વિસનગર આઇ.ટી.આઇના આચાર્ય ડી.એ.કુગશિયા, મહેસાણા આઇ.ટી.આઇના આચાર્ય કુ.ડી.સી.પટેલ, જિલ્લા રોજગાર અધિકારી એ.આર.મલેક, સહિત વિવિધ આઇ.ટી.આઇ.ના આચાર્યો સહિત મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...