પાટણના પ્રકૃતિ પ્રેમીઓ ગુરૂવાર સાંજે ગાંધીનગરથી પાટણ તરફ જઇ રહ્યા હતા ત્યારે નુગર બાયપાસ પરથી સંરક્ષણ હેઠળનું 200 મણ ખીજડાનું લાકડું ભરેલું ટ્રેક્ટર પકડ્યું હતું. જેની જાણ વન વિભાગને કરતાં વિભાગની ટીમે ટ્રેક્ટરને પોતાની હસ્તક લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના પ્રકૃતિ પ્રેમી નિલેષ રાજગોર ગુરૂવાર સાંજે ગાંધીનગરથી પાટણ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ નુગર બાયપાસ પરથી સંરક્ષણ હેઠળનું ખીજડાના લાકડા ભરેલું ટ્રેક્ટર (GJ 08 D 7146) ઝડપી પાડ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં ટ્રેક્ટર ચાલકે નુગરથી ખીજડાનું વૃક્ષ કાપ્યુ હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની માહિતી મહેસાણા વન વિભાગે કરાઇ હતી. જેને લઇ વનરક્ષક ઘટના સ્થળે દોડી આવી ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ડીએફઓ યોગેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, અંદાજીત 200 મણ જેટલું ખીજડાનું લાકડુ હોવાનો અંદાજ છે. પંચનામા બાદ કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.