તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાખવડીમાં રોયલ્ટી પરમીટ વગર ખનીજ વહન કરતાં બે ડમ્પર જપ્ત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદદનીશ ભૂસ્તર અધિકારીની ટીમે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણાના લાખવડ ખેતરની અંદર બિનઅધિકૃતરીતે સાદી માટી ખનન કરીને બે ડમ્પર ભરી પસાર થતાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા આકસ્મિક રેડ કરીને બંન્ને ડમ્પર જપ્ત કરીને કલેકટર કચેરી સંકુલ લઇ જવાયા હતા.ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા કુલ રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હવે સ્થળ પર કેટલી માટીનું ખખન થયુ તેની માપણી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્રી મિત પરમાર સહિત ટીમ દ્વારા ગુરુવારે લાખવડ ખાતે આકસ્મિક રેડ કરતાં તદ્દન બિનઅધિકૃત રીતે સરકારી યોજનાની આડમાં સાદીમાટી ચોરી કરતા બે ડમ્પર અધિકૃત રોયલ્ટી પાસ/ડીલીવરી ચલણ વગર તદ્દ્ન બિનઅધિકૃત રીતે માટી વહન કરતાં પકડાયા હતા.આ બંન્ને ડમ્પર જપ્ત કરી કલેક્ટર કચેરી, મહેસાણા ખાતે રાખવામાં આવ્યા હતા અને. કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની નિયમોનુસારની દંડકીય કાર્યવાહી ચાલુમાં છે.

જિલ્લા ભુસ્તરશાસ્ત્રી મીત પરમારે જણાવ્યુ હતું કે,લાખવડ ખાતે ખેતરની અંદર ખોદકામ કરીને સાદી માટી રેલવે લાઇનના કામે રોયલ્ટી, પરમીટ વગર લઇ જવાતી હતી.હવે સ્થળ પરથી કેટલી સાદી માટીનું ખોદકામ કર્યુ તેનો સર્વે કરાઇ રહ્યો છે,બે દિવસમાં આ માપણી પૂર્ણ કરીને દંડકીય કાર્યવાહી કરાશે.બિનઅધિકૃત સાદી માટી વહન તેમજ ખનન બે પ્રકારે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...