તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ફ્રૂટ-શાકભાજીની 13 લારી જપ્ત

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી લારી મુક્ત નહીં થાય : ચીફ ઓફિસર

કડીમાં ત્રણ શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.ત્યારે મહેસાણામાં કોઈ સુપર સ્પ્રેડર ન બની જાય તે માટે નગરપાલિકા દ્વારા દોઢ મહિના પછી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સખ્તાઇથી અમલ શરૂ કરાયો છે. મંગળવારે ચાર વિસ્તારમાં છુટક શાકભાજી વેચતા 125 ફેરિયાઓને 27 વિસ્તારમાં ઊભા રહેવા વહેંચી દીધા બાદ તોરણવાળી ચોક અને મોઢેરા રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી ફ્રૂટ અને શાકભાજીની 13 લારીઓને જપ્ત કરી હતી. નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઈન્સ્પેકટર સહિતની ટીમ પોલીસની મદદથી સવારે તોરણવાળી ચોકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ફ્રૂટ અને શાકભાજીની 7 લારી તેમજ મોઢેરા રોડ ઉપર શાકભાજીની 6 લારીએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં તમામ 13 લારીઓ જપ્ત કરી બસ સ્ટેશન વોટર વર્કસ ખાતે લઇ જવાઇ હતી.  ચીફ ઓફિસર જીગર પટેલે કહ્યું કે, શાકભાજી, ફ્રૂટની તમામ લારીવાળાને સોસાયટી નજીક સેન્ટરો ફાળવ્યા હતા. દરેક વિસ્તાર દસ ફૂટના અંતરમાં ઊભા રહેવા સૂચના આપી ગોઠવ્યા હતા. આ ઝુંબેશ ચાલુ જ રહેશે. હવે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો વેપાર કરવા દેવાશે નહીં અને કાયદેસરની કાર્યવાહી કરાશે. તો શાકભાજી ખરીદવા તોરણવાળી કે બજારનો આગ્રહ ન રાખતાં નજીકના વિસ્તારમાંથી જ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ખરીદી કરવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો