તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પત્નીએ છુટાછેડા આપી દેતાં સિક્યુરીટી ગાર્ડનો આપઘાત

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાની ફેકટરીમાં ટૂંપો ખાઇ આપઘાત કર્યો
  • પત્ની જતી રહેતાં એકલવાયું જીવન જીવતો હતો

સંતાન ન હોવાની વેદના વચ્ચે પત્નીએ છુટાછેડા આપતા એકલવાયુ જીવન જીવતા સિક્યુરીટી ગાર્ડે વિમલ પંપ ફેકટરીમાં લોખંડના દરવાજા સાથે દોરડુ ભરાવી ગળા ટૂંપો ખાઇ આપઘાત કર્યો હતો.શહેર બી ડિવિજન પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.કસ્બાના અક્કલદાસ દેવીદાસ સાધુ (48)ને સંતાન ન હતુ અને 4 મહિના પહેલા તેની પત્નીએ છુટાછેડા લેતા માનસિક રીતે હતપ્રત બની ગયો હતો. તે અવાર નવાર પરિવારજનોને કહેતો કે,બધાને બાળકો છે મારે જ નથી.

મારા ઘરના દરવાજા બંધ થઇ ગયા અને એકલો પડી ગયો છુ.આ સંજોગોમાં બુધવારે રાત્રે નિત્યક્રમ મુજબ ઘરેથી નોકરીના સ્થળે ગયેલા અક્કલદWાસની મહેસાણાના મોઢેરા રોડ પર વિમલ પંપ ફેકટરીના કમ્પાઉન્ડમાંથી બીજા દિવસે સવારે લોખંડના દરવાજા સાથે દોરડુ ભરાવી ગળા ટૂંપો ખાધેલી હાલતમા લટકતી લાશ મળી આવી હતી.ઉપરોકત બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલ શહેર બી ડિવિજન પોલીસે લાશનુ સિવિલમાં પીએમ કરાવ્યુ હતુ.આ અંગે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધીને તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...