સ્વાઇન ફ્લુ:મહેસાણા જિલ્લામાં 4 દિવસમાં સ્વાઇન ફ્લુથી બીજું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગરના વૃદ્ધાનું મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં બીમારીની સારવાર દરમિયાન સ્વાઇન ફ્લુ થતાં મોત

મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સ્વાઇન ફ્લુથી બીજું મોત નીપજ્યું હતું. વિસનગર તાલુકાના વૃદ્ધા બીમારીની સારવાર દરમિયાન સ્વાઇન ફલુની લપેટમાં આવી ગયાં હતાં. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, વિસનગર તાલુકાના 62 વર્ષીય વૃદ્ધાને ગંભીર બીમારી હોઈ તેમની સારવાર મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

તે દરમિયાન સ્વાઇન ફ્લુ થતાં સારવાર કારગત ન નિવડતાં શનિવારે મોત નીપજ્યું હતું. જ દિવસ અગાઉ 31 ઓગસ્ટે પણ સ્વાઇન ફ્લુથી વિજાપુરના 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.જ્યારે સ્વાઇન ફ્લુનો નવો એકપણ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 65 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 55 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

બીજી બાજુ જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા હતા. જેમાં 2 શહેરી અને 4 ગ્રામ્યના હતા. જેમાં કડીમાં 3 કેસ ઉપરાંત મહેસાણા, વિસનગર અને ઊંઝામાં 1-1 કેસ નોંધાયા હતા. બીજી બાજુ સ્વસ્થ થયેલા 9 દર્દીને ડિસ્ચાર્જ કરતા હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 21 રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 1 હજાર શકાસ્પદ સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...