તપાસ:મહેસાણા પંથકની 3 સગીરા અચાનક ગુમ થતાં શોધખોળ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધી

મહેસાણા પંથકના 3 ગામોની સગીરાઓ ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આથી સગીરાના વાલીઓએ લાંઘણજ અને મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. કડી તાલુકાના સરસાવ ગામનો ભોલાજી અજમલજી ઠાકોર મહેસાણા તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને 6 મેની રાત્રે ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ યુવક સામે લાંઘણજ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે ગોઝારિયા પંથકના એક ગામની 15 વર્ષીય સગીરાને ગત 5 મેના રોજ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હતો. પરિવાર દ્વારા સગીરાની શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળતાં તેના પિતાએ લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, ગત 29 એપ્રિલની રાત્રે અજાણ્યો શખ્સ મહેસાણા તાલુકાના ગામની 17 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...