કાર્યવાહી:મહેસાણાના પરા તળાવ પાલિકા શોપીંગ સેન્ટરની 4 દુકાનો સીલ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનોને સીલ કરવાની પાલિકા દ્વારા બે દિવસથી ઝુંબેશ શરૂ કરાઈ છે. - Divya Bhaskar
દુકાનોને સીલ કરવાની પાલિકા દ્વારા બે દિવસથી ઝુંબેશ શરૂ કરાઈ છે.
  • 7 દિવસની નોટિસ આપવા છતાં ભાડુ નહી ભરતા કાર્યવાહી

મહેસાણા પાલિકાની માલિકીની અને 5 વર્ષથી વધુનું ભાડુ ચુકવ્યુ ન હોય તેવી દુકાનોને સીલ કરવાની પાલિકા દ્વારા બે દિવસથી ઝુંબેશ શરૂ કરાઈ છે. ગુરૂવારે વધુ 4 દુકાનો સીલ કરવામાં આવી હતી. જ્યારે એક દુકાન માલિક પાસેથી રૂ. 24,298 ભાડુ વસૂલ કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, બુધવારે પાલિકા દ્વારા રૂપિયા 4.72 લાખ ભાડુ નહી ભરનાર મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટરની 12 અને રાજમહેલ શોપીંગ સેન્ટરની 1 મળી કુલ 13 દુકાનો સીલ કરાઈ હતી.

ધોબીઘાટ વિસ્તારમાં પરાં તળાવ પાલિકા શોપીંગ સેન્ટરની 4 દુકાનના ભાડુઆતોએ 10 વર્ષથી વધુના સમયનું રૂ. 1,16,188 ભાડુ ભરપાઈ કર્યુ નહોતુ. તેથી પાલિકાની જમીન ભાડા શાખા દ્વારા 7 દિવસમાં ભરપાઈ કરવા નોટિસ આપવા છતાં ભરપાઈ નહી કરતાં 4 દુકાનોને સીલ મારવામાં આવ્યુ હતુ. જ્યારે આ શોપીંગ સેન્ટરના એક ભાડુઆતે સ્થળ ઉપર રૂપિયા 24,298 ભાડુ ભરપાઈ કરી દેતા પાલિકાએ સીલ કરવાની કાર્યવાહી ટાળી હતી.

બે દિવસમાં પાલિકાની માલિકીની દુકાનોના 5 વર્ષથી વધુના સમયનું ભાડુ બાકી હોય તેવી 17 દુકાનો સીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની માલિકીના 6 શોપીંગ સેન્ટરોની 80 દુકાનોના ભાડુઆતોએ 5 વર્ષ કરતા વધુ સમયથી રૂપિયા 16.50 લાખથી વધુનું ભાડુ ભરપાઈ નહી કરતા સીલ કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...