તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દો ગજની દૂરી સાથે ભણતરના પાઠ શરૂ:શાળાઓ ફરી જીવંત બની,પ્રથમ દિવસે 40 ટકા હાજરી

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારાયણી નમો સ્તૂતે: છાત્રોએ વર્ગખંડમાં પ્રાર્થના કરી શિક્ષણકાર્ય શરૂ - Divya Bhaskar
નારાયણી નમો સ્તૂતે: છાત્રોએ વર્ગખંડમાં પ્રાર્થના કરી શિક્ષણકાર્ય શરૂ
  • ઘણી સ્કૂલોમાં પાંખી હાજરી જોવા મળી, જિલ્લામાં 1020 શાળાના 94215 પૈકી 37705 જ છાત્રો આવ્યા
  • ગાઈડલાઈન પ્રમાણે વર્ગખંડમાં એક બેન્ચ પર ત્રણના બદલે એક અને ચારના બદલે બે વિદ્યાર્થની બેઠક કરીને અંતર જાળવી વર્ગ શિક્ષણ આરંભાયુ

કોરોના સામે સરકારે દો ગજ કી દૂરી, મંત્ર આપ્યા બાદ હવે ખુલતી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના બાળકો માટે પ્રથમ દિવસે ત્રણની ક્ષમતા ધરાવતી બેંચમાં એક,ચારની ક્ષમતા ધરાવતી બેંચમાં બે વિદ્યાર્થી બેઠકનો પેટર્ન બદલાવ જોવા મળ્યો હતો.ગુરુવારે પહેલા દિવસે સરકારી,ખાનગી મળીને કુલ 1020 શાળાઓમાં સરેરાશ 40 ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડના શિક્ષણમાં આવ્યા હતા.

જેમાં સરળતાથી અંતર જાળવીને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા થઇ હતી.ખાસ કરીને કેટલીક શાળાએ હાલ ધોરણ 1 થી 5ના વર્ગો ચાલુ થયા ન હોઇ ધોરણ 6 થી 8માં 100 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવતા થાય તો પણ અંતર જાળવીને બેઠક વ્યવસ્થા જળવાઇ રહેશે.જોકે જ્યાં મર્યાદિત શિક્ષકો છે ત્યાં વર્ગ મેનેજમેન્ટને એકી,બેકી મુજબ વર્ગો ચલાવાનું આયોજન કરશે. મહેસાણા શહેરમાં હૈદરીચોક ખાતે મોડલ સરકારી પ્રાથમિક શાળા નં-1માં ધોરણ 6 થી 8ના 10 વર્ગો અને 315 સંખ્યા પૈકી ગુરુવારે 70 વિદ્યાર્થીઓ આવ્યા હતા.

અહીંયા બેંચ ડિઝાઇનમાં બદલાવ કરીને ત્રણના બદલે એક અને ચારના બદલે બે વિદ્યાર્થની બેઠક કરીને અંતર જાળવી વર્ગ શિક્ષણ આરંભાયુ હતું. આચાર્ય પૃથ્વીભાઇ ચૌધરીએ કહ્યુ કે, બધા વિદ્યાર્થીઓ આવતા થશે એટલે એકી,બેકી નંબરો પ્રમાણે વર્ગ શિક્ષણ ચલાવીશું.હાલ તો પૂરતા વર્ગો છે એટલે એક બેંચ ઉપર એક વિદ્યાર્થીની પેટર્ન કરાઇ છે.અહીંયા ધોરણ 6માં ગુજરાતીના પાઠને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી શિક્ષકે બાળકોને ભણાવીને પ્રથમદિવસે બાળકોને વર્ગ જોડાણમાં ઓતપ્રોત કર્યા હતા.

જ્યારે નાગલપુર ખાતેની પ્રાથમિક શાળામાં પજ્ઞા પ્રોજેક્ટમાં ફાળવેલ ડેસ્કમાં બાળકોની બેઠક વ્યવસ્થા કરાઇ હતી.શાળામાં કુલ 60 બાળકો આવ્યા હોઇ વર્ગદીઠ 20ની બેઠક સાથે ક્લાસ ચાલ્યો હતો.પોલીસ હેડક્વાર્ટર ખાતેની શાળામાં પણ એક બેંચમાં એક વિદ્યાર્થીની બેઠક પેટર્ન જોવા મળી હતી.અહીંયા ગુરુવારે 329 માંથી 56 બાળકો વર્ગમાં આવ્યા હતા.

સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના કરીને વર્ગ શિક્ષણનો આરંભ કર્યો હતો. શહેરની વિવિધ શાળાના સુત્રોએ કહ્યુ કે, પ્રથમ દિવસે હજુ ઘણા વાલીઓના સમંતિપત્ર આવ્યા ન હોઇ આગામી બે-ત્રણ દિવસમાં બાકી વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષણ માં જોડાશે.

કોરોના હળવો થયા પછી નવા સત્રમાં મહેસાણા સાર્વજનિક કન્યા વિદ્યાલય માં પહેલીવાર શાળાનું પગથિયું ચઢીને વર્ગખંડમાં આવતી દીકરીઓએ ભગવાનને પ્રાર્થના કરીને શિક્ષણ કાર્યના શ્રીગણેશ કર્યા હતા. ધોરણ છની વિદ્યાર્થિનીઓએ હાશ હવે શાળાનો વર્ગ મળ્યો તેવા આનંદ સાથે પ્રભુને પ્રાર્થના કરી વર્ગખંડમાં અભ્યાસ શરૂ કર્યો હતો.

મહેસાણા શહેરમાં હૈદરી ચોક સરકારી મોડેલ સ્કૂલ માં પ્રથમ દિવસે એક બેંચ પર એક વિદ્યાર્થી ની બેઠક વ્યવસ્થા જોવા મળી હતી ,અહીંયા ધો 6 માં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે પ્રથમ દિવસે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું

તાલુકા દીઠ શાળાઓના ઓફલાઇન વર્ગોમાં ગુરુવારે વિદ્યાર્થીની હાજરી
તાલુકોશાળાઓકુલ સંખ્યાહાજર
મહેસાણા202234107726
કડી163167846083
વિજાપુર146107425277
વિસનગર114112764933
ઊંઝા8065972490
ખેરાલુ8063392335
વડનગર7667763309
સતલાસણા6648042709
બહુચરાજી5444741602
જોટાણા3930131241
કુલ10209421537705

જિલ્લામાં 37705 વિદ્યાર્થીઓ સંમતિપત્ર સાથે શાળાના ઓફલાઈન શિક્ષણમાં જોડાયા
મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ કહ્યુ કે,જિલ્લામાં સરકારી,ખાનગી મળીને કુલ 1020 શાળાઓમાં ધો. 6 થી 8માં કુલ 94215 સંખ્યા પૈકી ગુરુવારે 37705 વિદ્યાર્થીઓએ સંમતિપત્ર સાથે શાળાના ઓફલાઇન શિક્ષણમાં જોડાયા હતા.જ્યારે શાળાઓ દ્વારા ઓનલાઇન વર્ગો ચાલુ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...