તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શાળા-કોલેજો બંધ હોઇ મહેસાણાના ગામડાઓની 320 ST ટ્રીપો હજુ બંધ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક મુસાફરોને પણ બસ માટે કલાકો રાહ જોવી પડે છે

મહેસાણામાં કોરોના હળવો થતાં પછી એસ.ટી બસો દોડતી તો કરાઇ છે પરંતુ મોટાભાગે હાઇવે રૂટો અને એક્સપ્રેસ રૂટોની બસો રાબેતામુજબ ચાલુ કરાઇ છે. જ્યારે ગામડાઓની ઘણીખરી ટ્રીપો હજુ શાળા-કોલેજો બંધ હોઇ વિદ્યાર્થી ઘસારાના અભાવે ચાલુ કરાઇ નથી. જેના કારણે શાળા-કોલેજોના સમયે ગામડાઓથી બસમાં આવનજાવન કરતાં સ્થાનિક મુસાફરોને પણ સમયસર બસ ન મળતાં કલાકો રાહ જોવી પડી રહી છે.મહેસાણા બસ સ્ટેશનના 91 શિડ્યુઅલ(બસ)માંથી 60 શિડ્યુઅલ ચાલુ કરાયા છે. 30 બસ બસસ્ટેશનમાં પડી છે. મહેસાણા ડેપોની કુલ 777 એસ.ટી ટ્રીપો પૈકી હાલમાં 457 જેટલી ટ્રીપોમાં બસ દોડી રહી છે. જ્યારે હજુ 320 જેટલી ટ્રીપો ચાલુ ન થતાં મુસાફરોને બસ માટે રાહ જોવે છે.

કોરોના પહેલા મહેસાણા થી સાંજે 7 વાગ્યે ઉપડતી મહેસાણા વાયા લીંચ, ધોણાસણ થઇને કડી લોકલ બસ બંધ કર્યા પછી ફરી ચાલુ ન કરાતાં મહેસાણાથી સાંજે આ રૂટમાં મુસાફરોને પરત ગામડે જવા ખાનગી વાહન પકડવુ પડે છે. વડાવલીમાંથી બપોરે 3 વાગ્યે મહેસાણા-વડાવલી બસ ચાલુ કરવા બસ સ્ટેશનમાં રજૂઆત થઇ છે. એસટીના સૂત્રોએ કહ્યુ કે, કિમીએ રૂ.5 લેખે 100 કિમી બસ સંચાલનમાં રૂ. 500ની મુસાફર આવક ન થાય તેવી ટ્રીપો બંધ રાખતી હોય છે. મહેસાણાડેપો મેનેજર સોનલબેન પટેલે કહ્યુ કે, શાળા-કોલેજો બંધ હોઇ વિદ્યાર્થી ટ્રીપો બંધ રખાઇ છે. જે તે ગામથી શાળા-કોલેજ, ITI આવન જાવનમાં ગામડાઓમાં પાંચ ટ્રીપો થતી હતી.આવી ટ્રીપો બંધ રખાઇ છે. એકાદ ગામની બપોરની બસ ચાલુ કરવા રજૂઆત મળી છે.

અન્ય સમાચારો પણ છે...