• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Scattered Showers Will Hit North Gujarat From May 29 To June 1, With A Maximum Temperature Of 43.3 Degrees Celsius On Wednesday.

વરસાદ:29 મેથી 1 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં છુટાછવાયાં ઝાપટાં પડશે,બુધવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાતાં કાળઝાળ ગરમી

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રશેર સાથે ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટીવીટી શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું પ્રમાણ વધીને 75%એ પહોંચ્યું હતું. બુધવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાતાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં  લો-પ્રેશરના કારણે છેલ્લા 48 કલાકથી ઉત્તર ગુજરાતમાં 14 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં વાતાવરણ ધૂળ ભર્યું બનવાની સાથે વાદળછાયું પણ બન્યું છે. વાતાવરણની આ સ્થિતિ હજુ 24 કલાક યથાવત રહેશે. ત્યાર બાદ તા.29 મે થી 1 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, વાતાવરણ વાદળછાયું બનશે અને છુટા-છવાયા વરસાદી ઝાપટાં પડશે. 

અન્ય સમાચારો પણ છે...