પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું:6 માર્ચે બનાસકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં માવઠાંની સંભાવના

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 7 માર્ચ સુધી વાદળાં રહી શકે છે
  • 39.1 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી દોઢ ડિગ્રી સુધી વધી હતી. પાંચેય શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે બપોરે આકરી ગરમીનો અનુભવ થયો હતો. 39.1 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બીજી તરફ 6 માર્ચે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં માવઠાંની સંભાવના વ્યક્ત કરાઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે બપોરથી ધીમે ધીમે વાતાવરણ આંશિક વાદળછાયું બન્યું હતું. વાદળછાયા વાતાવરણની આ સ્થિતિ આગામી 7 માર્ચ સુધી રહી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

બીજી બાજુ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં પણ 7 માર્ચ સુધીમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. વાતાવરણમાં આવેલા આ પલટાના કારણે દિવસનું તાપમાન ઘટતાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો
મહેસાણા 38.3 (-0.3) ડિગ્રી
પાટણ 39.1 (+1.5) ડિગ્રી
ડીસા 37.4 (+1.2) ડિગ્રી
હિંમતનગર 37.1 (+0.9) ડિગ્રી
મોડાસા 38.7 (+1.8) ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...