ગરમીમાં ઘટાડો:ઉત્તર ગુજરાતમાં 5 દિવસ છુટાંછવાયાં હળવાં વરસાદી ઝાપટાંની વકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ગરમી એક ડિગ્રી ઘટીને 38.9 થઇ

ઉત્તર ગુજરાતમાં બુધવારે તાપમાનમાં વધુ દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય 5 શહેરમાં તાપમાન 38.5 થી 40.7 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. તાપમાન ઘટતાં ગરમીથી આંશિક રાહત મળી હતી. પરંતુ દિવસભર પરસેવો છોડાવતાં ઉકળાટના કહેરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે, મોડી સાંજ બાદ ભેજવાળા ઠંડા પવને રાહત આપી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ગરમી વધુ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. આ દરમિયાન બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ઉલ્લેખનિય છે, પ્રિમોન્સુન પ્રક્રિયા વહેલી શરૂ થઇ છે.

5 શહેરમાં ગરમીનો પારો

મહેસાણા38.9 (-1.1) ડિગ્રી
પાટણ39.0 (-1.5) ડિગ્રી
ડીસા39.8 (-0.8) ડિગ્રી
હિંમતનગર40.7 (-0.3) ડિગ્રી
મોડાસા38.5 (-1.5) ડિગ્ર
અન્ય સમાચારો પણ છે...