કડી દારૂકાંડ:કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ LIBના એસ.બી.મોડિયાને, જિલ્લામાં 3 પીઆઇ અને 4 પીએસઆઇની બદલી

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી પીઆઇ તરીકે એસઓજીના પરમાર

મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ. નિનામાની ડીજીએ મંગળવારે જાહેરહિતમાં એકાએક જુનાગઢ બદલી કરતો આદેશ કર્યો હતો. જ્યારે મહેસાણા એસપીએ ત્રણ પીઆઇ અને 4 પીએસઆઇની આંતરિક બદલી કરી છે.મહેસાણા એલસીબીમાં છેલ્લા પોણા બે વર્ષથી પીઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એસ. નિનામાની મંગળવારે ડીજીપી શિવાનંદ ઝાએ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી તેમની ચોકી સોરઠ, જુનાગઢ બદલી કરી તાત્કાલિક હાજર થવા સૂચના અપાઇ હતી.જ્યારે મહેસાણા એસપી મનીષસિંહે એસઓજી પીઆઇ પી.એ. પરમારની એલસીબીમાં, એલઆઇબી પીઆઇ એસ.બી. મોડિયાની કડી પોલીસ સ્ટેશનમાં અને બહુચરાજી પીઆઇ જી.એસ. પટેલની એસઓજીમાં બદલી કરવામાં આવી હતી.ઉપરાંત, પીએસઆઇ ડી.એન. વાજાની મહેસાણા તાલુકાથી પેરોલ ફર્લો સ્કવોડ મહેસાણા, આર.કે. પાટીલની ઊંઝાથી કડી, શ્રીમતી જે.ડી. પંડ્યાની મહેસાણા બી ડિવિઝનથી બહુચરાજી સિનિયર પીએસઆઇ તરીકે તેમજ એસ.બી. ઝાલાની લીવ રિઝર્વથી મહેસાણા બી ડિવિઝનમાં બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...