મેઘમહેર:સુઇગામમાં સવા, થરાદમાં 1 અને સાંતલપુરમાં અડધો ઇંચ વરસાદ, આજે 2.5 મીમી થી 2.50 ઇંચ સુધીના વરસાદની શક્યતા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 34 તાલુકામાં નોંધણી લાયક વરસાદ

મંગળવાર સાંજે 6 થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉ.ગુ.ના 34 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જેમાં સાૈથી વધુ સુઇગામમાં સવા ઇંચ અને થરાદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની અાગાહી મુજબ, ગુરૂવાર સવારે 8.30 થી શુક્રવાર સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉ.ગુમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 24 કલાક સુધી 2.5 મીમીથી 2.50 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

મહેસાણા : મહેસાણામાં 6 મીમી, વિજાપુરમાં 5 મીમી, વિસનગરમાં 3 મીમી, જોટાણા-ખેરાલુમાં 2-2 મીમી, વડનગરમાં 1 મીમી
પાટણ : સાંતલપુરમાં 17 મીમી, રાધનપુર-હારીજમાં 7-7 મીમી, શંખેશ્વર-સિધ્ધપુરમાં 4-4 મીમી, પાટણમાં 3 મીમી, સમીમાં 2 મીમી
બનાસકાંઠા : સુઇગામમાં 30 મીમી, થરાદમાં 23 મીમી, ધાનેરા-લાખણીમાં 12-12 મીમી, વાવમાં 9 મીમી, ભાભરમાં 8 મીમી, ડીસામાં 7 મીમી, પાલનપુરમાં 5 મીમી, દાંતીવાડામાં 4 મીમી, દિયોદરમાં 2 મીમી, કાંકરેજમાં 1 મીમી
સાબરકાંઠા : હિંમતનગર, ઇડર અને વિજયનગરમાં 4-4 મીમી, વડાલીમાં 2 મીમી
અરવલ્લી : મેઘરજમાં 8 મીમી, બાયડ-ધનસુરામાં 5-5 મીમી, માલપુર-મોડાસામાં 2-2 મીમી, ભિલોડામાં 1 મીમી

અન્ય સમાચારો પણ છે...