તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:અમીરગઢમાં સવા, દાંતામાં પોણો ઇંચ, વિસનગર-મહેસાણામાં ઝાપટું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા રાઉન્ડના પ્રથમ દિવસે 4 તાલુકામાં 2 -30 મીમી સુધી વરસાદ

ઉત્તર ગુજરાતને વરસાદ આપતી એક સાથે 2 ટ્રફ લાઇન એક્ટિવ થતાં શનિવારે 20 દિવસ બાદ 4 તાલુકામાં નોંધણી લાયક વરસાદ સાથે હળવા ઝાપટાં પડ્યાં હતાં. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં સવા ઇંચ (30 મીમી) અને દાંતામાં પોણો ઇંચ (17 મીમી) વરસાદ નોંધાયો હતો. જ્યારે મહેસાણાના વિસનગરમાં 6 મીમી અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેર સહિત કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં.

ઉત્તર ગુજરાતમાં શનિવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ અને રાતના તાપમાનમાં 1-1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 38.6 થી 39 ડિગ્રી વચ્ચે, જ્યારે રાત્રીનું તાપમાન 28.8 થી 29.3 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.

22 જુલાઇ સુધી ઉ.ગુ.ને વરસાદ મળવાની શક્યતા
હવામાન વિભાગ મુજબ, જુલાઇના ત્રીજા સપ્તાહ સુધીમાં બંગાળની ખાડીમાં 2 લો-પ્રેશર સિસ્ટમ રચાઇ શકે છે. પ્રથમ લો-પ્રેશર સિસ્ટમ 11 જુલાઇએ એક્ટિવ થશે. જેની અસર ઉત્તર ગુજરાતમાં 13 જુલાઇની આસપાસ થતાં તા.12 થી 16 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા પ્રબળ બની છે. આ દરમિયાન બંગાળની ખાડીમાં બીજી લો-પ્રેશર સિસ્ટમ રચાશે. જેના કારણે 22 જુલાઇ સુધી ઉત્તર ગુજરાતને ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ પડવાની શક્યતા છે.

જિલ્લામાં 12 થી 14 જુલાઇ સાર્વત્રિક વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, 11 જુલાઇએ જિલ્લાના 51 થી 75% વિસ્તારોમાં 2.5 થી 64.4 મીમી અને 12 થી 14 જુલાઇ સુધી 76 થી 100% સુધી એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ 3 દિવસ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...