સતલાસણા ખાતે આવેલી ભારત ફાઇનાન્સ કંપનીના ક્રેડિટ મેનેજર દ્વારા ગ્રાહકો અને ફિલ્ડ ઓફિસરો પાસેથી ઉઘરાવેલા નાણાં કંપનીમાં જમા નહીં કરાવીને ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
સતલાસણા હાઈવે પર એસાર પેટ્રોલ પંપની પાસે આવેલા ભારત ફાઇનાન્સ લિમિટેડ નામની કંપનીમાં અજયકુમાર નટવરસિંહ બારીયા છેલ્લા એક વર્ષથી ક્રેડિટ બ્રાંચ મેનેજર તરીકેની ફરજ બજાવે છે અને ગામડાઓની મહિલાઓના મંડળને ગ્રુપ લોન આપેલ સાપ્તાહિક હપ્તાની રકમ લેવાનું અને લોન મંજૂર કરવાની કામગીરી કરે છે.
દરમિયાન ફાઈનાન્સ કંપનીમાં ગ્રાહકોની એવી રજૂઆત કરી હતી કે અજયકુમાર દ્વારા છેલ્લા દોઢેક માસ દરમિયાન થયેલ કલેક્શન પૈકી કેટલાક ગ્રાહકોના ડિપોઝિટના અને વિડ્રોલના રૂપિયા બેંક ખાતામાં જમા કરાયા નથી ત્યારબાદ કંપનીનું તાજેતરમાં ઓડિટ કરવામાં આવતા ફાઇનાન્સ કંપનીના અલગ-અલગ 29 જેટલા ગ્રાહકોના રૂપિયા 175659 અને કેશ કાઉન્ટરના 21,000 રૂપિયા મળી 196000 જેટલી રકમ ગ્રાહકોને ફિલ્ડ ઓફિસર પાસેથી મેળવીને બેંકમાં જમા ન કરાવી હોવાનું ખુલવા પામ્યું હતું.
ગ્રાહકો નાણાં ફાઈનાન્સ કંપનીમાં જમા નહીં કરાવીને ઉચાપત કરનાર ક્રેડિટ મેનેજર અજય કુમાર બારીયા સામે બ્રાંચ મેનેજર અજય સિંહ ઠાકુરે સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીએસઆઇ આર કે પાટીલે ગ્રાહકો નાણાં ચાઉં કરનાર ક્રેડિટ મેનેજર અજયસિંહ બારીયાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.