તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સતલાસણા તા.પં. કોંગી સદસ્યને ડીડીઓની નોટિસ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટીભાલુ દૂધ મંડળીમાં ઉચાપત મામલે
  • હોદ્દા પરથી કેમ દૂર ન કરવા ખુલાસો માગ્યો

સતલાસણા તા.પં.ના કોંગી સદસ્ય વસંતકુમાર જોશી વિરુદ્ધ મોટીભાલુ દૂધ મંડળીમાં રૂ.1.08 લાખની ઉચાપત મામલે અગાઉ સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇDDOએ તેમને તા.પં. સદસ્યના હોદ્દા પરથી દૂર કેમ નહીં કરવા તેની કારણદર્શક નોટિસ ફટકારી લેખિતમાં ખુલાસો માંગ્યો છે.

સતલાસણા તા.પં.ના કોંગી સદસ્ય જોશી વસંતકુમાર વાડીલાલ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ગત 16 માર્ચના રોજ મોટીભાલુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂ. 1.08 લાખની કિંમતના સાગરદાણ તથા સાગર ઘીના વેચાણમાં ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે સદસ્યની અટકાયત બાદ વિસનગર કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા હતા.

જેને લઇ એક જાગૃત નાગરિકે તેમની વિરુદ્ધ સતલાસણા તાલુકા વિકાસ અધિકારીને નૈતિક અધ:પતન મામલે રજૂઆત કરી હતી. જે અંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ વસંતકુમાર જોશીને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ- 71 (1) હેઠળ તાલુકા પંચાયતના સદસ્યના હોદ્દા પરથી દૂર કેમ કરવા નહીં તેની કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...