ચાઈનીઝ દોરી ઝડપાઈ:સતલાસણા પોલીસે વજપુરથી પ્રતિબંધિત દોરી સાથે એક ઈસમને ઝડપ્યો, 20 રીલ કબ્જે કર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા પંથકમાં ચાઇનીઝ દોરી વેંચતા વેપારીઓને ઝડપવા પોલીસ પેટ્રોલીગ પર હતી ત્યારે બાતમી આધારે પોલીસે વજપુર ખાતેથી ચાઇનીઝ દોરી સાથે ઈસમને ઝડપી 20 રીલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ અગાઉ ઠેરઠેર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ હાલમાં પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે સતલાસણા પોલીસ આવા વેપારીઓને ઝડપવા ખાનગી વાહનોમાં પેટ્રોલીગ પર હતી ત્યારે બાતમી મળી હતી કે વજાપુરનો ઠાકોર શૈલેષજી પોતાના ઘરે ચાઇનીઝ દોરી સાથે હાજર છે. બાતમી આધારે સતલાસણા પોલીસ મથકના પી.એસ.આઇ એસ.આર.ચૌધરી તેમજ તેઓની ટીમે રેડ ઠાકોર શૈલેષજી ને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ઈસમ પાસે રહેલ પલ્સર બાઈક પર ભરાવેલ પ્લાસ્ટિક ના થેલીમાં રહેલા 20 ચાઇનીઝ દોરીના રીલ કબ્જે કરી કુલ 30 હજારનો મુદ્દમાલ કબ્જે કરી સતલાસણા પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...