તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આનંદ:સતલાસણા, પોશીનામાં એક, સરસ્વતી અને વિજયનગરમાં અડધો ઈંચ વરસ્યો

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક મહિના બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં આનંદ
  • મહેસાણા, વિસનગર, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, દાંતામાં ઝાપટું પડ્યું

એક મહિનાના લાંબા વિરામ બાદ રવિવારે બપોર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પુન: પધરામણી થઇ હતી. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણા અને સાબરકાંઠાના પોશીનામાં એક-એક ઇંચ તેમજ વિજયનગર અને સરસ્વતી તાલુકામાં અડધો ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા, વિસનગર, પાટણ, પાલનપુર, દાંતા, દાંતીવાડા અને વડગામ પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેને લઇ ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

ઉત્તર ગુજરાતમાં માત્ર 10 ઇંચ જેટલા વરસાદના કારણે દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઊભો પાક સુકાઇ રહ્યો હોઇ ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં રવિવારે સાંજના વરસાદ થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણામાં 22 મીમી તેમજ વિસનગરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. જો મહેસાણામાં ઝાપટું વરસ્યું હતું. પાટણ જિલ્લાના સરસ્વતી પંથકમાં 14 મીમી અને પાટણમાં 5 મીમી વરસાદ સાથે સિદ્ધપુર અને વાગડોદ પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

સાબરકાંઠાના પોશીનામાં એક ઈંચ અને વિજયનગરમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. શામળાજીમાં પણ ઝાપટું થયું હતું. ઉત્તર ગુજરાતમાં થયેલા આ વરસાદી ઝાપટાંથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને મેઘરાજા મનમૂકીને વરસે તેવી આજીજી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...