ફરિયાદ:કડીના મહારાજપુરા ગામના‎ સરપંચ પર 6 જણે હુમલો કર્યો‎

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ સહિત 2ને ઇજા, હુમલો કરનાર 6 સામે ફરિયાદ
  • આ માટીકામ ખોટું કરો છો કહી લાકડી લઇ તૂટી પડ્યા

મહેસાણા‎ સરકારી કામગીરી સમયે હાજર‎ કડી તાલુકાના મહારાજપુરા‎ ગામના સરપંચ ઉપર ગામના જ‎ શખ્સોએ લાકડીઓ વડે હુમલો‎ કરતાં હોબાળો મચી ગયો હતો.‎ બાવલુ પોલીસે સરપંચની‎ ફરિયાદ આધારે 6 શખ્સો સામે‎ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.‎

મહારાજપુરા ગામે ઠાકોરવાસ‎ નજીક સુજલામ સુફલામ યોજના‎ હેઠળ સરકારી માટી કામની‎ ‎કામગીરી ચાલુ હોઇ તે સમયે‎ હાજર સરપંચ હસમુખભાઈ‎ અમૃતભાઈ પટેલ ઉપર ગામના‎ પટેલ રતિભાઈ ભગવાનભાઈ‎ સહિત 6 માણસોએ તમે આ‎ માટીકામ ખોટું કરો છોનું કહી‎ લાકડીઓ વડે હુમલો કરી માર‎ માર્યો હતો. સરપંચે બૂમાબૂમ‎ કરતાં વચ્ચે પડેલા પોપટભાઈ‎ ચમનભાઈ પટેલને પણ‎ ગડદાપાટુનો માર મારી હુમલો‎ કરનાર નાસી છૂટ્યા હતા. આથી‎ સરપંચે ગેરકાયદે મંડળી રચી‎ પોતાની સાથે મારામારી કરનારા‎ 6 શખ્સો સામે બાવલુ પોલીસ‎ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.‎ પોલીસે આ મામલે તપાસ શરૂ‎ કરી છે.‎

આ 6 સામે ફરિયાદ‎
1- રતિલાલ ભગવાનભાઇ પટેલ‎ 2 - ભાઈલાલ લાલજીભાઈ પટેલ‎ 3- સચિન પ્રવીણભાઈ પટેલ‎ 4- રસિક લાલજીભાઈ પટેલ‎ 5 - રમેશ વનમાળીભાઈ પટેલ‎ ‎ 6- પંકજ રામજીભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...