મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓમાં કૌંભાંડ કરતાં સરપંચો સામે એક્શન લેવામાં આવી રહી છે. જેમાં ગામડામાં સરપંચ તેમજ સભ્યો દ્વારા નાના મોટાં કૌભાંડ કરતાં સરપંચો સામે લાલ આંખ કરી છે. જેમા ભેસાણા ગામમાં પાણીની ટાંકી ઊંચી બનાવવા માટે એકઠા કરેલા લોકફાળાની રકમની ઉચાપત કરવાના અને ગામના તળાવ વિસ્તારમાં પરવાનગી વગર વૃક્ષ છેદના કેસમાં મહેસાણા જિલ્લાના ટીડીઓ મનોજ દક્ષિણીએ ભેસાણા ગામના સરપંચ વનરાજસિંહ ઝાલાને દોષી ઠેરવી તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યાં છે.
જિલ્લાના ભેસાણા ગામના સરપંચ વનરાજીસિંહ કેશાજી ઝાલાએ પોતાના ગામની અંદર 20 મેં 2018થી 27 મેં 2018 દરમિયાન લોકફળા પેટે રૂપિયા 35 હજાર 700 ઉઘરાવ્યાં હતાં. જેમાં પાવતી નંબર-1થી 179 નંબરની પાવતીઓ વાપરવામાં આવી હતી.
સરપંચે પાણીની ટાંકી માટે ઉઘરાવેલી રકમ તારીખ 20 મેં 2018થી ચાર ઓગસ્ટ 2018 સુધી પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ રૂ. 34 હજાર 500 જેટલી રકમ તારીખ ત્રણ ઓગસ્ટ 2021 અને ચાર ઓગસ્ટ 2021ના રોજ ભેસાણા ગામમાં આવેલી ગ્રામપંચાયતની દેના બેંન્ક લિંચ શાખામાં જમા કરાવી હતી. જેથી આ મામલે મહેસાણા ડીડીઓએ બંને કેસમાં સરપંચને કસૂરવાર ઠેરવી સરપંચના હોદ્દા પરથી દૂર કરી દેવાનો હુકમ ફરમાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.