કોર્ટનો આદેશ:સરગાસણના શખ્સને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાથ ઉછીના રૂ. 7.50 લાખ લીધા હતા
  • મહેસાણાના વેપારી ​​​​​​​પાસેથી ઉછીના નાણાં લીધા હતા

મહેસાણાના એક વેપારી પાસેથી હાથ ઉછીના લીધેલા નાણાંનો આપેલો ચેક પરત ફરતાં કોર્ટે ગાંધીનગરના સરગાસણના શખ્સને એક વર્ષની કેદની સજા અને વળતર પેટે રૂ, 1 લાખ ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો. મહેસાણામાં ઈલેક્ટ્રીકની દૂકાન ધરાવતા હસમુખભાઈ સોની પાસે સરગાસણના ભાવિક રામાભાઈ પટેલે હાથ ઉછીના રૂ. 7.50 લાખ લીધા હતા. જેની વેપારીએ વાયદા પ્રમાણે ઉઘરાણી કરતાં ભાવિક પટેલે ચેક આપ્યો હતો. જે ચેક હસમુખભાઈએ તેમના ખાતામાં ભરતાં અપૂરતા બેલેન્સના શેરા સાથે પરત ફરતાં મહેસાણા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ એન.બી. પટેલની કોર્ટમાં ચાલી જતાં વકીલ ઈન્દ્રજીત બારોટની દલિલો ગ્રાહ્ય રાખી આરોપી ભાવિક પટેલને એક વર્ષની કેદ તથા ફરિયાદીને રૂ. 1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...