તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામમાં ઇન્ડસ્ટ્રીઝ, બેંકિંગ સાથે વિવિધ ડેવલપ માર્કેટમાં રોજબરોજ લોકોની અવર વજરથી ધમધમતું હોય છે.હાઇવે પર સર્કલ મોટું હોઇ વારંવાર વળાંકમાં અકસ્માત થતાં હોઇ ત્રણ મીટર નાનું કરી નવું બનાવાયું છે. જેનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણનું આયોજન ગ્રા.પં. દ્વારા કરાયું છે. ઇન્ચાર્જ સરપંચ પરેશભાઇ પટેલે કહ્યું કે, દાતાના સહયોગથી રૂ.7 લાખના ખર્ચે સર્કલ તૈયાર કરાયું છે. આસપાસ આર એન્ડ બી દ્વારા ફાઇનલ ટચ કામ બાકી છે. અગાઉ મોટું સર્કલ ટ્રાફિકમાં અડચણરૂપ હતું અને અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આથી સર્કલ ત્રણ મીટર નાનું કરાયું છે. સર્કલ વચ્ચે લાઇટિંગ ફૂવારા કરાશે. ગામમાં આ પ્રથમ નમૂનેદાર સર્કલ બનશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.