આરોપીને ઝટકો:કડીના સરસાવ ગામે 6.81 લાખ દારૂ ઝડપવાના કેસમાં આરોપીના જમીન કોર્ટ ફગાવ્યા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના સરસાવ ગામે એક વર્ષ અગાઉ પોલીસે જાંબુડિયા વાળા આંટામા ટેબાવાળા ખેતરમાં વિદેશી નો જથ્થો પોલીસે ઝડપયો હતો જે કેસમાં પોલીસે 6.81 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી આરોપી રણજીત સિંહ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે કેસમાં આરોપી તરીકે રહેલા રણજીતે રેગ્યુલર જમીન અરજી કોર્ટમાં કરતા કોર્ટ અરજી ફગાવી હતી.

આરોપીએ ડિસ્ટ્રીકટ કોર્ટ મહેસાણા મા રેગ્યુલર જમીન અરજી કરતા આ કેસમાં સરકારી વકીલ પરેશ કે દવે એ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી જેમાં તેઓએ કોર્ટમાં કહ્યું કે....હાલના આરોપી એ પોતાની જમીન પર એક દિવસ ના દારૂ કટીંગના રૂ 15000 લીધેલા હોવાની હકીકત સામે આવી છે.અને મુદ્દામાલ મોકલનાર સોલાકી બને સંગ સીહુભા હાલના ફરાર છે આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણ ગુન્હા પ્રોહીબિશનના દાખલ થયા છે.આરોપી આવા પ્રકારના ગેરકાયદેસર ગુન્હા કરવા ટેવાયેલો છે અને ફરીથી ગુન્હો કરી શકે છે એ મુજબ ની દલીલો કોર્ટમાં કરતા મહેસાણા ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપીના રેગ્યુલ જમીન અરજી ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...