પ્રેમી પંખીડાનો આપઘાત:મહેસાણાના તળેટી ગામ નજીક સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, યુવતીના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી
  • મૃતક યુવક-યુવતી સુંઢિયા ગામનાં વતની હોવાનું સામે આવ્યું

મહેસાણા પંથકમાં આવેલા તળેટી ગામ નજીક આજે શુક્રવારે વહેલી સવારે રેલ લાઇન પર પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. બાદમાં મહેસાણા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી.

મહેસાણા તાલુકામાં આવેલા તળેટી ગામ નજીક પસાર થતી રેલ લાઇન પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં બે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં તપાસ દરમિયાન મૃતક યુવકનું નામ ઠાકોર મેહુલજી રમેશજી ઠાકોર અને મૃતક યુવતીનું નામ ઠાકોર પૂનમ બેન ભરતજી હોવાનું સામે આવ્યું છે. બંનેની ઉમર અંદાજે 20 વર્ષની હોવાનું તેમજ બંને સુંઢિયા ગામનાં વતની હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીના લગ્ન છ એક માસ અગાઉ ચિત્રોડીપુરા ગામે થયા હતા. જો કે મૃતક યુવક અને યુવતી પહેલાથી જ પ્રેમ સંબંધ ધરાવતા હતા, જેથી બંનેએ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતકોના પરિવારને જાણ કરી બંને લાશોને અંતિમસંસ્કાર માટે પરિવારજનોને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...