અપહરણ:રાધનપુર રોડ પરની સોસાયટીમાંથી સગીરાનું અપહરણ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપરની એક સોસાયટીમાંથી સગીર વયની કિશોરીને અજાણ્યો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ છે. બી ડીવીઝન પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ રાધનપુર રોડની એક સોસાયટીમાંથી રવિવારે સાંજે 7 વાગ્યા પછી કિશોરીને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ પોલીસને જાણ કરતાં સગીરાના પિતાએ બી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરાની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...