કોરોનાકાળમાં બંધ કરાયેલ એક્ષપ્રેસ ટ્રેનો બાદ હવે મેમુ ટ્રેનો શરૂ કરાઇ રહી છે. જેમાં આજથી સાબરમતી- પાટણ વચ્ચે દોડતી બપોરના સમયની મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. સાબરમતી પાટણ વચ્ચે બપોરના સમયે દોડતી મેમુ લોકલ કોરોના ના સમયગાળામાં બંધ કરવામાં આવી હતી અને કોરોના બાદ સવારે અને સાંજે મેમુ ટ્રેનો ચાલુ કરાઇ હતી. ત્યારે મુસાફરોની માંગ અને અનેક રજૂઆતના લીધે વિવિધ મેમુ ટ્રેનો ફરીથી પાટા પર દોડતી કરાઇ રહી છે, જેમાં 3 ઓગસ્ટ બુધવારથી રેલવે તંત્ર દ્વારા સાબરમતી - પાટણ વચ્ચે બપોરના સમયે બંધ ટ્રેન ફરીથી ચાલુ કરાઇ રહી છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૩૬૯ જે સાબરમતીથી સવારે ૯:૧૫ કલાકે ઉપડશે અને બપોરે 11:૩૫ કલાકે પાટણ પહોંચશે. જે ટ્રેન ફરીથી ટ્રેન નંબર ૦૯૩૭૦ પાટણથી બપોરે ૧૨:૧૦ વાગે ઉપડશે અને સાબરમતી બપોરે ૨:૨૫ વાગે પહોંચશે. આમ, મહેસાણા તેમજ પાટણ વચ્ચેના કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, ધિણોજ, શેલાવી, રણુંજ સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે. જેના લીધે ગામડાના લોકોને અવર જવર માટે સુવિધા મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.