રજૂઆત:ગોઝારિયા માટે 50 ગામના અભિપ્રાયની જૂની ફાઇલ ચલાવો અને તાલુકો બનાવો

આંબલિયાસણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોઝારિયાના અગ્રણીઓએ મહેસાણા ગ્રામ્ય મામલતદાર સમક્ષ ગોજારીયા તાલુકો બનાવવા રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ગોઝારિયાના અગ્રણીઓએ મહેસાણા ગ્રામ્ય મામલતદાર સમક્ષ ગોજારીયા તાલુકો બનાવવા રજૂઆત કરી હતી.
  • ગ્રામજનો દ્વારા અધિક નિવાસી કલેકટર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ
  • હવે મહેસાણા ગ્રામ્ય મામલતદાર પ્રાન્ત અધિકારીને અભિપ્રાય સાથે દરખાસ્ત મોકલશે
  • દરમિયાન વર્ષ 2012માં નરેન્દ્રભાઇ મોદીએ ગોજારીયા તાલુકો જાહેર કરેલો તેનો વીડિયો મામલતદાર સમક્ષ મોબાઇલમાં ગ્રામજનોએ રજૂ કર્યો હતો

મહેસાણા તાલુકામાંથી ગોઝારિયા અને લાંઘણજ ગામે તાલુકો બનાવવા માટે અલગ અલગ માંગણીઓ કરી હોઇ આગામી વિધાનસભા ચૂ઼ંટણી પહેલા રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે. લાંઘજણ ગામની દરખાસ્ત મહેસાણા ગ્રામ્ય મામલતદાર દ્વારા પ્રાન્ત અધિકારીને મોકલી દેવાઇ છે.

આ દરમ્યાન ગુરુવારે ગોઝારિયા ગામના આગેવાનો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને બે વખત ગોઝારિયાને મળેલા તાલુકાનો દરજ્જો છીનવાઇ ગયો હોઇ 50 ગામે ગોઝારિયાને તાલુકો બનાવવા માટે ભલામણ કરેલી જૂની ફાઇલ કચેરીમાં હોઇ આ ફાઇલ ચલાવો અને પ્રાન્ત અધિકારી, કલેક્ટરને ભલામણ દરખાસ્ત મોકલવા માંગ કરી હતી. ગ્રામજનોએ અધિક નિવાસી કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. ગામના આગેવાનોએ કહ્યું કે, વર્ષ 2012માં ગોઝારિયાને તાલુકો જાહેર કરાયો અને ઉદ્દઘાટન કર્યા પછી કોમ્પયુટર ફાળવાયા હતા. જે આજે પણ અંકબંધ સચવાયેલા પડ્યા છે.

ત્યારે ગોઝારિયાને તાલુકાના દરજ્જા માટે હકારાત્મક અભિપ્રાય સાથે જ ફાઇલ આગળ મોકલવા લેખિત માંગ કરી હતી.ગુરૂવારે સાર્વજનિક હોસ્પિટલ મંડળના શોભનાબેન પટેલ, કેવળણી મંડળના મંત્રી જયંતીભાઇ પટેલ, સરપંચ રમેશભાઇ પટેલ(મુખી), જિલ્લા સદસ્ય મિહિર પટેલ, સાર્વજનિક મંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ.એસ.પટેલ, ટ્રષ્ટી નાથાભાઇ પટેલ, નાગરિક બેંક ચેરમેન નટુભાઈ, મનુભાઈ પટેલ સહિતના ગ્રામજનો ભેગાં મળીને તાલુકાની રચના બાબતે મહેસાણા ગ્રામ્ય મામલતદાર અને અધિક નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. મહેસાણા ગ્રામ્ય મામલતદાર ઉર્વિષ વાળંદે કહ્યુ કે, ગોઝારિયાની રજૂઆત અન્વયેની દરખાસ્ત પ્રાન્ત કચેરીમાં મોકલી આપીશું.

નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ તાલુકો રદ કર્યો છે
મહેસાણા પછી સૌથી વધારે જન સંખ્યા ધરાવતું તેમજ તમામ સુવિધાસાથે 20 ગામડાનાં લોકો દરરોજ આવે છે. અને જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ તાલુકો રદ કર્યો છે ત્યારે તેના વીડિયોની હાસી ઉડાવી રહ્યા છે, તો ગામને તાલુકો જાહેર કરવો જોઈએ. - કે.કે.પટેલ, ગોઝારીયા કેળવણી મંડળ.

2012માં ગોઝારિયા તાલુકાનું ઉદ્દઘાટન કરાયું હતું
વર્ષ 2012માં 22 ગામનું સમર્થન હતું તેમજ 1997માં 50 જેટલા ગામનું સમર્થન હતું તાલુકો રદ કરીને અમારા જેવા પાયાના ભાજપના કાર્યકર્તાની લાગણી સાથે રમત રમાઈ છે. વર્ષ 2012માં ગોઝારિયા તાલુકાનું ઉદ્દઘાટન કરાયેલ, મામલતદાર નિમાયા હતા, 12 કોમ્પ્યુટર ફાળવેલ, જે આજે પણ સચવાયેલા છે.-શોભનાબેન શાહ, મંત્રી સાર્વજનિક હોસ્પિટલ ગોઝારિયા

અન્ય સમાચારો પણ છે...