તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંથરગતિ:મહેસાણામાં 2 દિવસમાં શરૂ કરવાની RTPCR ટેસ્ટિંગ લેબનું 20 દિવસેય ઠેકાણું નથી, હજુ 10 દિવસ લાગશે

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
નર્સિંગ સ્કૂલના પાર્કિંગમાં રૂ.30 લાખના ખર્ચે બની રહી છે અદ્યતન કોરોના ટેસ્ટિંગ લેબ. - Divya Bhaskar
નર્સિંગ સ્કૂલના પાર્કિંગમાં રૂ.30 લાખના ખર્ચે બની રહી છે અદ્યતન કોરોના ટેસ્ટિંગ લેબ.
 • કોરોનાને લઇ મજૂરો નહીં મળતાં કામમાં વિલંબ થયો, 80 ટકા બાંધકામ પૂરું થયું : પીઆઇયુ

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં ટેસ્ટિંગ માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. પરંતુ હાલમાં એકમાત્ર વડનગર મેડિકલ કોલેજમાં જ કોરોના ટેસ્ટિંગ લેબ હોઇ રિપોર્ટ આવતાં 3થી 4 દિવસ લાગી રહ્યા છે. ત્યારે હાઇકોર્ટની સૂચના બાદ સરકારે ટેસ્ટિંગ ઝડપી બને તે માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નવી ટેસ્ટિંગ લેબ બે દિવસમાં શરૂ કરવા આદેશ આપ્યાના 20 દિવસ પછી પણ કંઇ ઠેકાણાં નથી. નર્સિંગ સ્કૂલના પાર્કિંગમાં ચાલી રહેલા બાંધકામ 80 ટકા પૂર્ણ થયું છે, બાકીનું કામ 3-4 દિવસમાં પૂર્ણ થયા બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરાશે.

આરોગ્ય વિભાગના પીઆઇયુના સૂત્રોએ જણાવ્યું કે, વડનગર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબોરેટરી છે, તેના જેવી જ અહીં મહેસાણા ખાતે રૂ.30 લાખના ખર્ચે 160 ચોરસ મીટર જગ્યામાં લેબોરેટરી બની રહી છે. કોરોનાને લઇ એજન્સીને જલ્દી કામદારો નહીં મળતાં કામમાં મુશ્કેલી સર્જાઇ હતી, હવે કામગીરી પૂર્ણ થવા આવી છે. આજથી એલ્યુમિનિયમ સેક્શન અને ફ્લોરિંગ કામ ચાલુ કરાયું છે.

સંભવત: આગામી બે- ત્રણ દિવસમાં બાંધકામ પૂર્ણ થયા પછી મેડિકલ વિભાગ સાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરશે અને પછી કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ થશે.ઇન્ચાર્જ સિવિલ સર્જન ર્ડા. દિનેશ વ્યાસે જણાવ્યું કે, આરટી પીસીઆર ટેસ્ટિંગ લેબનું બાંધકામ ચાલી રહ્યું છે. લેબોરેટરી ચાલુ કરવા કેટલીક પરવાનગી પ્રોસિઝર કરવાની થશે. આગામી અઠવાડિયું કે 10 દિવસમાં ટેસ્ટિંગ લેબ ચાલુ થઇ જશે તેમ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો