તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઉંઝાના ઉનાવાની પ્રેમદીપ ઓઇલ મીલનમાંથી રૂ. 3 લાખથી વધુની ચોરી થયાની ફરિયાદ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો લોખંડની જાળી તોડી ખસખસની 5 બેગો ઉઠાવી ગયા

મહેસાણા જિલ્લા ઉનાવા ખાતે આવેલી પ્રેમદીપ ઓઇલ મિલમાં અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન કંપનીમાં કાચની બારી પાસે લગાવેલી લોખંડની જાળી તોડીને કંપનીમાં મુકેલી ખસખસની બેગો સહિત ઉઠાવી રફુચક્કર થતા કંપનીના માલિકે કંપનીમાંથી 3 લાખ 20 હજારની ચોરીની ફરિયાદ ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા પાસે પ્રેમદીપ ઓઇલ મિલ નામની કંપની આવેલ છે. જેમાં રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો અંધારાનો લાભ ઉઠાવી કંપનીમાં પ્રવેશ કર્યો હતો. જોકે ચોરોએ કંપનીમાં ઘુસવા માટે ફેકટરીના બીજા માળે કાચની બારીના બહાર ન ભાગે લગાડેલી લોખંડની જાળી તોડી તસ્કરો કંપનીમાં ઘુસ્યા હતા.

ચોરોએ કંપનીમાંથી ક્લીનગી કરેલી ખસખસના 5 જેટલા પેકેટ ઉઠાવી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચોરી કરવામાં આવેલી જેમાં ચોરો કંપનીમાંથી 3 લાખ 20 હજારની ખસખસના પેકેટ ચોરી ગયા હોવાની ફરિયાદ કંપનીના માલિકે ઉનાવા પોલીસ મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...