તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ટીબી રોડ પર રૂ. 2 કરોડના ખર્ચે વાઇફાઇ, એસી સાથે યુવાનો માટે સ્ટડી સેન્ટર બનશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાના જર્જરિત ક્વાર્ટરની જગ્યાએ 3 કરોડના ખર્ચે ઘરવિહોણા માટે શેલ્ટરહોમ બનાવાશે

મહેસાણા સિટી-2માં ટીબી રોડ ઉપર પ્રગતિનગરની સામે પાલિકાના ટીપી પ્લોટમાં અંદાજે રૂ.બે કરોડના ખર્ચે સ્ટડી સેન્ટર બનાવાશે. જ્યાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે. હાલ એસ્ટીમેટ તૈયાર કરવાની કામગીરી ચાલુ હોઇ પાલિકાની બાંધકામ સમિતિની બેઠકમાં રિવ્યુ કરાયો હતો.

બાંધકામ સમિતિના ચેરમેન દિપક પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચાલુ પ્રોજેક્ટો તેમજ ભાવિ પ્રોજેક્ટોના આયોજનનો રિવ્યુ કરાયો હતો. ચીફ ઓફિસરે કહ્યું કે, ટીબી રોડ ટીપીના ફાઇનલ પલોટ નં.65માં સ્ટડી સેન્ટર બનાવવા એસ્ટીમેટ ખર્ચની કામગીરી ચાલી રહી છે. એસી, વાઇફાઇ, પ્રોજેક્ટર સહિતની સુવિધા સાથે સ્ટડી સેન્ટર બનશે. જેમાં યુવાનો માટે લાયબ્રેરી બનાવાશે અને ગ્રુપ ડિસ્કશન કરી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે.

જ્યારે શહેરમાં સરકારી યોજના હેઠળ શેલ્ટર હોમ બનાવવા મંજૂરી મળેલી છે. જેમાં અંદાજે રૂ.ત્રણ કરોડના ખર્ચે હૈદરીચોક ખાતે પાલિકાના જર્જરીત ક્વાર્ટરની જગ્યાએ શેલ્ટર હોમ બનાવાશે. પોતાનું ઘર નથી અને ફૂટપાથ પર રાત ગુજારો કરે છે એવા 66 ઘરવિહોણા સર્વેમાં જણાયા છે. જેમને જમવાની વ્યવસ્થા, બાથરૂમ, સેનીટેશન, હવાઉજાસની સુવિધા શેલ્ટર હોમમાં કરાશે. જેમાં 180 પથારીની ક્ષમતા રહેશે. શેલ્ટર હોમ તૈયાર કરનાર એજન્સી 5 વર્ષ સુધી મેન્ટેનન્સ કરશે.

મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં 90% અને હેલ્થ સેન્ટરમાં 75% સિવિલવર્ક પૂરું
મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 90 ટકા સિવિલવર્ક પૂરું થયું છે. હાલમાં રાત્રિ ક્રિકેટ મેચ રમી શકાય તે માટે હાઇમાસ્ટ લાઇટિંગ ટાવર લગાવવા ટેન્ડર મંજૂર કરાયું છે. ડિપોઝિટ જમા કરાવે વર્કઓર્ડર અપાશે. લાઇટિંગ સુવિધા થયે બાકી 10 ટકા સિવિલ વર્ક પૂરું કરાશે. બિલાડી બાગ સામે સ્વિમિંગ પુલ તૈયાર છે, બાજુમાં હેલ્થક્લબ બની રહી છે. જેમાં 75 ટકા સિવિલ વર્ક થયું છે અને કામ ચાલુ હોઇ આ બંને પ્રોજેકટનું કામ છ મહિનામાં પૂર્ણ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...