કાર્યવાહી:મહેસાણામાં સ્ટ્રીટલાઇટના પોલમાં ગેરકાયદે જાહેરાત લગાવતાં ભાડા સાથે રૂ. 32500 દંડ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ મણીપુરમ ફાઇનાન્સ અને સ્ટડી ઇનને 15 - 15 પોલ ઉપર એક મહિનો બિનપરવાનગી જાહેરાત પેટે વસૂલાત નોટિસ ફટકારી

મહેસાણા શહેરમાં નગરપાલિકાના સ્ટ્રીટલાઇટના પોલ ઉપર આડેધડ પરવાનગી વગર જાહેરાતોના બોર્ડ લટકી રહ્યાનો પર્દાફાસ થયા પછી સફાળા જાગેલા નગરપાલિકા તંત્ર દ્વારા એક પછી એક ફર્મને નોટીસ ફટકારી મોડે મોડે પણ વસુલાત કાર્યવાહી હાથ કરી છે.જેમાં તાજેતરમાં મણીપુરમ ફાઇનાન્સ અને સ્ટડી ઇનને બિનપરવાગી બોર્ડ મામલે એક મહિનાનું ભાડુ અને રૂ. 5000 પેન્લટી સાથે કુલ રૂ. 32500 ત્રણ દિવસમાં જમા કરાવવા નગરપાલિકાએ નોટીસ ફટકારી છે.

પાલિકાના સુત્રોએ કહ્યુ કે, શહેરમાં સ્ટ્રીટલાઇટના 15 પોલમાં કુલ 30 બોર્ડ પરવાનગી વગર મણીપુરમ ફાઇનાન્સના જોવા મળતા ઉતારી લેવાયા હતા,જેમને ભાડાપેટે કુલ રૂ. 11250 અને પેનલ્ટી રૂ. 5000 મળીને રૂ. 16250 પાલિકામાં જમા કેતલુ ચેમ્બરર્સમાં આવેલ આ ફર્મની ઓફીસે નોટિસ આપી છે.એસ.ટી વર્કશોપ રોડ બહુચર કોમ્પલેક્ષમાં સ્ટડી ઇનના શહેરમાં સ્ટ્રીટલાઇટના 15 પોલમાં બિનપરવાનગી 30 બોર્ડ મળેલા હોય ભાડાપેટે રૂ. 11250 અને પેનલ્ટી રૂ. 5000 મળીને રૂ. 16250 ભરપાઇ કરવા અંગે નોટીસ આપવામાં આવી છે. શહેરમાં ઘણા સ્ટ્રીટલાઇટના પોલમાં ગેરકાયદે લટકળીયા સર્વેમાં બહાર આવ્યા પછી વસુલાત કાર્યવાહી મંથરગતિએ આગળ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...