તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારને મૃત્યુ સહાય:મહેસાણાના બરીયફના કોરોના વોરિયર્સ પ્રાથમિક શિક્ષકના વારસદારોને રૂ. 25 લાખની મૃત્યુ સહાય, જુલાઈમાં મોત થયું હતું

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષક કોરોના પોઝિટીવ આવ્યા બાદ અવસાન થયું હતું

મહેસાણા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન બેચરાજી તાલુકાના બરીયફ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 51 વર્ષીય રાજેન્દ્ર પટેલનું કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા હતા. કોરોના વોરિયર્સની ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા. રાજેન્દ્ર કોરોના પોઝિટીવ આવતા તેમને સારવાર દરમિયાન 28 જુલાઈ 2020ના રોજ મૃત્યુ પામ્યા હતા.તેથી સરકાર દ્વારા તેમના પરિવારને રૂ. 25 લાખની મૃત્યુ સહાય ચૂકવવામાં આવી હતી.

રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી હતી
રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સ અવસાન થયેલા કર્મયોગીઓના વારસદારોને રૂપિયા 25 લાખ આપવાની જાહેરાત કરાઈ હતી. જેના ભાગ રૂપે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શનથી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 25 લાખ સહાય મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

મહેસાણામાં ડીડીઓ દ્વારા મૃતકના પત્નીને ચેક અપાયો
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરી પ્રાથમિક શિક્ષક રાજેન્દ્ર પટેલના વારસદારોને રૂ 25 લાખની સહાય આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા વારસદાર રાજેન્દ્ર પટેલની પત્ની વિમળાબેન પટેલને રૂ 25 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

કર્મયોગીને સહાય ચૂકવવા નિર્ણય લેવાયો હતો
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે કર્મયોગીઓ કોરોનાગ્રસ્ત થયા બાદ મોતને ભેટનારના પરિવારોને રૂ. 25 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી સરકારે રાજ્યમાં કર્મયોગીઓના પરિવારોને રૂ. 25 લાખની સહાય આપવામાં આવી રહી છે.

પત્ની અને બાળકો સહિતના હાજર રહ્યા
આ દરમિયાન અવસાન પામેલા રાજેન્દ્ર પટેલની પુત્રી ગાયત્રી પટેલ અને પુત્ર પટેલ નીરવ પટેલ સહિત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડો ગૌરાંગ વ્યાસ,નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી પુલકિત જોષી ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વિકાસ અશિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન અને સૂચનાથી સહાય મળતા પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો