તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો ધક્કે ચડ્યા:મહેસાણામાં રોકેટ ગતિએ ચાલેલા વેક્સિન અભિયાન માત્ર ચાર દિવસમાં હાફ્યુ, રસી ના હોવાના બોર્ડ લાગવા પડ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી ના મળતા યુવાનો ધકાક ખાઈ પરત ફર્યા

મહેસાણા જિલ્લા માં રોકેટ ગતિ એ શરૂ થયેલા રસી અભિયાન માત્ર થોડા જ દિવસ માં હાંફી ગયું જોવા મળ્યું હતું. જેમાં મહેસાણામાં યુવાનો કોરોના રસીને લઈને ભારે ઉત્સાહી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી મહેસાણા માં ડોઝ ખૂટતા લોકો ધક્કે ચડ્યા હતા.

મહેસાણામાં આજે વહેલી સવારથી રસી મેળવવા લોકોની લાઈનો જોવા મળી હતી. જેમાં મહેસાણા સિવિલમાં છેલ્લા બે દિવસથી રસી લેવા લોકોના મોટી સંખ્યામાં તોડા જોવા મળતા હોય છે. જેમાં આજે પણ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રસી લેવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બાદમાં રસી ના મળતા લોકો ધક્કા નિરાશ થયા હતા.

ડોસભાઈ ધરમ શાળામાં રસી ના હોવાના બોર્ડ લાગ્યા મહેસાણા ગઈ કાલે 5 સેન્ટરો પર ડોઝ ખૂટી પડતા બપોરે 2 વાગ્યા પછી બંધ કરાતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો જ્યારે આજે તો આ સેન્ટર પર રસીનો એક પણ ડોઝ ના આવ્યા હોવાની વિગતો મળી રહી છે જેના કારણે દરવાજ પર વેક્સિન ઉપલબ્ધ ના હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...