તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાનગતિ:3 દિવસ સર્વર બંધ રહેતાં મહેસાણા તાલુકા પંચાયમાં આવક-જાતિના 1500 દાખલાનો ખડકલો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકનો દાખલો કઢાવવા અરજદારોને બબ્બે કચેરીઓના આંટાફેરા
  • સોમવારે ચકાસણી પર ટીડીઓની સહી સાથે એક જ દિવસમાં વિતરણ કરાયાં

RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધો-1 પ્રવેશ માટે ઓનલાઇન અરજીનો સોમવારે છેલ્લો દિવસ હોઇ મામલતદાર એટીવીટી સેન્ટરમાં અરજીઓ કરી ફોટો પડાવવા ધસારો રહ્યો હતો. તો બીજી તરફ ઓનલાઇન સર્વર ઠપ રહ્યા બાદ દરમિયાન તૈયાર ગ્રામ્યના અરજદારોના 1500 થી વધુ દાખલાનો તા.પં. કચેરીએ ટીડીઓની સહીમાં થોક ખડકાયો હતો. સવારે અરજદારોનો દાખલા લેવા ધસારો રહેતાં ત્રણ કર્મીઓ દસ્તાવેજ ફોર્મ ચકાસણી અને ટીડીઓ સહીમાં વ્યસ્ત હતા.એક જ દિવસમાં 1500 થી વધુ આવકના ગ્રામીણ દાખલા તૈયાર થતાં મોટાભાગના વિતરણ થયા હતા.

અરજદારોને આવકના એક દાખલા કઢાવવા માટે બે કચેરીના આંટાફેરા
ગ્રામજનો આવકના દાખલા માટે મામલતદાર એટીવીટી કેન્દ્રમાં અરજી કરી,ઓનલાઇન ફોટો આપી જતાં હોય છે. એટીવીટીથી ઓનલાઇન તૈયાર દાખલાઓ ચકાસણી અને સહી-સિક્કા માટે ટીડીઓ કચેરીએ મોકલી અપાતાં અરજદારને દાખલો મેળવવા તાલુકા પંચાયત કચેરીએ જવું પડે છે. આમ અરજી મામલતદાર સંકુલના એટીવીટીમાં અને દાખલો લેવા તાલુકા પંચાયતના બે આંટા અરજદારોને પડી રહ્યા છે.

ગ્રામ્ય દાખલાની સત્તા ટીડીઓની
મહેસાણા શહેરી મામલતદાર કે.એમ.પંચાલે જણાવ્યું કે મહેસાણા એટીવીટીમાં ગામડાના અરજદારની અરજી પ્રમાણે આવકનો દાખલો તૈયાર થાય પછી દસ્તાવેજો સાથે તાલુકા વિકાસ અધિકારીને મોકલી અપાય છે. આ રેકોર્ડ તાલુકા પંચાયતે રાખવાનો હોય છે. ગ્રામ્યના દાખલા ટીડીઓની સહીથી તૈયાર થતાં ત્યાંથી વિતરણ કરવામાં આવે છે.

આર.ટી.ઇ ફોર્મના છેલ્લા દિવસે 200 થી વધુ અરજીઓ આવી
આર.ટી.ઇ હેઠળ ધો-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવા સોમવારે અંતિમ દિવસ હોઇ મામલતદાર એટીવીટી સેન્ટરમાં શહેરી-ગ્રામ્ય આવકના દાખલા માટે 194, જાતિના દાખલા માટે 96,ડોમીસાઇલ 20 અને નોન ક્રિમીલીયર સર્ટી માટે 17 અરજીઓ ખડકાઇ હતી.જ્યાં એટીવીટીમાં મોડી સાંજ સુધી કામકાજ ચાલુ રહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...