ચડ્ડી બનિયન ગેંગનો આતંક:મહેસાણામાં એક જ રાતમાં પાંચ સ્થળો પર ચોરી કરી, લાકડીઓ અને ધોકા સાથે CCTVમાં કેદ થયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કડી બાદ મહેસાણામાં પણ ચડ્ડી ગેંગ સક્રિય થઈ
  • બહુચરાજી રોડ પર સૂરજ રોલિંગ મિલમાં કામદારોએ પડકારતાં 2 જણાને પાઈપ અને ધોકા વડે માર માર્યો
  • ​​​​​​​વહાણવટી ફાર્મહાઉસમાંથી કોંગ્રેસ અગ્રણી એ.જે.પટેલની પાક રક્ષણની બંદૂક, 2 મોબાઈલ ચોરી ગયા

મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી તસ્કરો બેફામ બન્યા છે. કડી તાલુકામાં તસ્કરો એ તરખાટ મચાવ્યા બાદ હવે મહેસાણા શહેર માં તસ્કરો હાઇવે પર આવેલ કંપની ને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં ગત મોડી રાત્રે મહેસાણા બાયપાસ બાજુ આવેલ કેટલીક કંપની માં ચડ્ડી ગેંગ એક્ટિવ બનતા ચોરી ને અંજામ આપ્યો હતો જેમાં ચડ્ડી ગેગ ની ટોળકી કંપની માં લાગેલા cctv કેમેરા માં કેદ થઈ હતી.

મહેસાણા શહેર ના બાયપાસ વિસ્તારમાં ગત રાત્રે ચડ્ડી ગેગ સક્રિય બનતા રાત્રે હાહાકાર મચાવ્યો હતો જોકે હાલ માં મળતી માહિતી પ્રમાણે મહેસાણા શહેર માં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ના છ જેટલા ઈસમો પોતાના હાથ માં ધોકા અને હથિયારો લઈને મોડી રાત્રે ચોરી કરવા નીકળી પડે છે ગત મોડી રાત્રે બાયપાસ પાસે આવેલ કેટલીક કંપની અને એક ફાર્મ હાઉસ માં ચોરી હોવાની વિગતો હાલ માં પ્રાપ્ત થઈ રહી છે.

ચડ્ડી ગેગ બેખોફ બની રાત્રી દરમિયાન ચડ્ડી બાનીયાન ધારણ કરી અને પોતાના હાથ માં ધોકા અને પથ્થર લઈને કેટલીક કંપનીઓ માં ચોરી કરવાના ઇરાદે ઘુસી હતી જોકે એક કંપની માં કર્મચારી જાગી જતા ચડ્ડી ગેંગે તેની પણ પથ્થરમારો પણ કર્યો હતો હાલ માં સમગ્ર ઘટના કંપની માં લાગેલા cctv કેમેરા માં કેદ થયા હતા જેમાં એક ઈસમ પોતાના હાથ માં રાઇફલ અને અન્ય ઇસમો પથર અને ધોકા લઈને કંપની મા ચોરી કરવા ઘૂસ મારી હતી.

હાલ માં આ ચડ્ડી ગેગ એ કેટલી કંપની ને ટારગેટ કરી છે અને કેટલા રૂપિયા ની ચોરી કરી છે એ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્થળ પર જઇ તપાસ કરી રહી છે જોકે સાચી વિગતો ફરિયાદ નોંધાયા બાદ સામે આવી શકે છે કે ચડ્ડી ગેંગે કેટલી કંપની ને ટાર્ગેટ કરી તેમાંથી કેટલા ની ચોરી કરી એ વિગતો તપાસ બાદ સામે આવશે.

આ પાંચ સ્થળોએ ચોરોએ હાથ માર્યો

  • સૂરજ રોલિંગ મિલમાં બે કામદારોને માર્યા, ચોરી થતાં અટકી ગઇ
  • વહાણવટી ફાર્મ હાઉસમાં બંદૂક અને 2 મોબાઈલની ચોરી
  • ઉમા ઓક્સિજનમાં રૂ.1.75 લાખ રોકડ અને 2 મોબાઈલની ચોરી
  • અનમોલ ફર્ટી કેમ ઈન્ડસ્ટ્રીઝમાં રૂ.34,500 રોકડ રકમની ચોરી
  • લ્યુમેન ફાર્મા કેમમાં રૂ.92 હજાર રોકડ અને 2 મોબાઈલની ચોરી

મોઢેરા રોડ પર નારાયણનગર સોસા.માં પણ ચોરીનો પ્રયાસ
મહેસાણા શહેરના બાયપાસ હાઈવે પર ફેક્ટરીઓમાં આતંક મચાવ્યા બાદ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ મોઢેરા રોડ પર નારાયણનગર સોસાયટીમાં નરેશભાઈ હરિભાઈ પટેલના 14 નંબરના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, મકાન માલિક જાગતાં હોવાથી એલર્ટ થતાં ટોળકી પથ્થરમારો કરી ભાગી જતાં ચોરી થતાં રહી ગઈ હતી. આ ચોર ટોળકી રાકેશભાઈ પટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સમગ્ર ઘટના અંગે ડીવાયએસપીને તપાસ સોંપાઇ
ઉદ્યોગકારોએ એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને રજૂઆત કરતાં તેમણે ડીવાયએસપીને સમગ્ર ઘટનાની તપાસ કરવા આદેશ કર્યો છે. જ્યારે સૂરજ રોલિંગ મિલમાં પહોંચેલી પીસીઆર વાનના કર્મચારીઓને તપાસ પૂરી થાય ત્યાં સુધી હેડ ક્વાર્ટરમાં રાખવાનો પણ હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...