તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:માર્ગ અને મકાન વિભાગ વર્તુળ-2 કચેરી મહેસાણા સર્કિટહાઉસ સામે કચેરીમાં બેસશે

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદથી સ્થળાંતર થનારી વિભાગની કચેરી માર્ચ એન્ડિંગ સહિતની કામગીરીને લઇ એપ્રિલથી કાર્યરત થશે

મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના માર્ગ-મકાન વિભાગની ઉચ્ચ કચેરી મહેસાણા સ્થળાંતર કરાવનો અગાઉ નિર્ણય લેવાયો હતો. આ સંબંધે તાજેતરમાં સ્થળ પસંદગીની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં મહેસાણા શહેરના નવા સર્કિટ હાઉસ સામે આવેલી વિભાગની સબ ડિવિઝન ઓફિસને પસંદ કરાઇ છે.

રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા 4 જિલ્લાની હેડ ઓફિસને અધિક્ષક ઇજનેરની વર્તળ-2ની કચેરીને મહેસાણા સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તબક્કે તાજેતરમાં એક ટીમ દ્વારા સ્થળ પસંદ કરવા મહેસાણા આવી હતી. જેમાં શહેરના સર્કિટ હાઉસ સામે આવેલી માર્ગ-મકાન વિભાગની સબ ડિવિઝન કચેરી પસંદ કરાઇ હતી. હવે સબ ડિવિઝન કચેરીને અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વડી કચેરી મહેસાણા આવતાં હજુ દોઢેક મહિના જેટલો સમય લાગી શકે છે.

માર્ચ એન્ડિંગ સહિતની કામગીરી સમયે જો કચેરી હાલની સ્થિતિમાં ખસેડાય તો કામગીરી પ્રભાવિત થઇ શકે છે. એટલે કામગીરી પૂર્ણ કર્યા બાદ આગામી એપ્રિલ મહિનામાં વર્તુળ-2ની વડી કચેરી નવા સ્થળે સ્થળાંતર કરાઇ શકે છે. આ સાથે વર્ગ-1થી વર્ગ-3 અને 4ના 30 જેટલા અધિકારી-કર્મચારી મહેસાણાથી 4 જિલ્લાની કામગીરીને જોશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો