ભીડ:મહેસાણા મામલતદાર કચેરીમાં લોકોના ટોળાથી કોરોનાનું જોખમ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેન્ડર ગેલેરી અને સબ રજીસ્ટ્રાર કચેરી બહાર ભીડ
  • એટીવીટીમાં લાઈનમાં તડકામાં ઊભું રહેવું પડે છે, ટોકન આપો

મહેસાણામાં કોરોનાનું જોર હળવું થતાં જ મામલતદાર કચેરી સંકુલમાં ફરી સામાજિક અંતર જાળવવાનું ભૂલી લોકો બેફિકર બની ટોળામાં કામકાજ કરતાં જોવા મળી રહ્યા છે. શુક્રવારે કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર પણ જોવા મળ્યા હતા. જેથી કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે.

જનસેવા કેન્દ્ર બહાર આવક-જાતિના દાખલા, વિવિધ પ્રમાણપત્રો માટે અરજદારોની લાઇન લાગી હતી. કેન્દ્રમાં ત્રણ જણાને એન્ટ્રી પછી એક બહાર નીકળે એટલે લાઇનમાંથી બીજાને એન્ટ્રીની પદ્ધતિ અમલમાં છે. જેમાં આવક-જાતિના દાખલામાં ધસારો વધુ રહેતાં અરજદારો ને બહાર તડકામાં ઊભા રહેવું પડે છે, ત્યારે ટોકન આપવા જોઇએ તેવો સૂર ઉઠ્યો હતો. એટીવીટીની બાજુમાં વેન્ડરોની ગેલેરીમાં પણ દસ્તાવેજ લખાણ, અરજીઓ તૈયાર કરી આપતા વેન્ડરોના ટેબલો આસપાસ પણ લોકોનાં ટોળાં જામ્યાં હતાં. સંકુલમાં તંત્રની જાણે દેખરેખ જ ન હોય એમ કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. તો સબ રજીસ્ટ્રાર શાખા બહાર અરજદારો, સાક્ષીઓ વગેરેને દસ્તાવેજોમાં સહી, લખાણ માટે મૂકાયેલું છે જ્યાં લોકો ટોળા વળી કામકાજ કરતા હોય છે. કચેરીમાં સામાજિક અંતર વગર સર્જાતી આવી ભીડ કોરોનામાં જોખમરૂપ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...