તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહેસાણાના વિસનગર લીંક રોડ પર ડમ્પરોની રેતીથી અકસ્માતનું જોખમ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન.જી. સ્કૂલ સામે રોડ પર રેતીના થરથી વાહનો સ્લીપ થઇ જાય છે

મહેસાણાના વિસનગર લીંક રોડ પર માનવ આશ્રમ સાઇડ ઓવરલોડ માટી અને રેતી ભરેલા ડમ્પરોની સતત આવન જાવન રહે છે. જેમાં તાડપત્રી ઢાંક્યા વિના જ દોડતા આવા વાહનોમાંથી ઉડતા માટી કે રેતીના રજકણોના કારણે રાહદારીઓ તેમજ ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આમ છતાં તાડપત્રી વિના દોડતા ડમ્પરો સામે પગલાં લેવામાં ખાણ-ખનિજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે.

હાલમાં વિસનગર રોડ ઉપર બે નવી સોસાયટીની કન્સ્ટ્રકશન સાઇટ ચાલી રહી છે. આ સિવાય નજીકમાં કે હાઇવે ઉપર મકાનની સ્કીમોમાં પુરાણ અને બાંધકામ ચાલુ છે. તેના માટે માટી અને રેતીના ઓવરલોડ ડમ્પરો રાત-દિવસ સતલાસણા, વલાસણા બાજુથી મહેસાણા તરફ અવિરત દોડી રહ્યા છે. આવા ડમ્પરોમાંથી માટી-રેતી રોડ પર ઢોળતા નાના વાહનો સ્લીપ ખાઇ જાય છે.

સોમવારે સવારે વિસનગરથી આવતાં એન.જી. સ્કૂલ પાસે માટી ભરેલા ડમ્પરનું પાછલું પાટિયું ખૂલી જતાં રોડ ઉપર માટીનો ઢગલો થયો છે. કન્સ્ટ્રકશન સાઇટો પાસે રોડ ઉપર પણ છેલ્લા બે મહિનાથી માટીના થર જામી ગયા છે. પરિણામે અહીંથી પસાર થતાં મોટા-નાના વાહનોને સ્લીપ ખાતાં અકસ્માતનો ભય રહે છે. તેમજ વોકિંગમાં નીકળતા લોકો પણ હેરાન થાય છે. હવે સફાઇ નહીં કરાય તો વરસાદમાં માટી પલળતાં રોડ ચીકણો થવાથી અકસ્માત થવાનો ખતરો ઊભો થઇ શકે છે તેમ વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...