ભાવવધારો:ડીઝલના ભાવ વધતાં ખેતીવાડી 33% મોંઘી બની થ્રેસરમાં કલાકનો 300નો ભાવ વધારો અલગથી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ 80થી વધી 100એ પહોંચતાં ખેતીના સાધનોના ભાડાં વધ્યાં
  • વધતા ભાવથી ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો

ડીઝલના વધતા ભાવ સાથે ખેતીવાડી પણ મોંઘી બની છે. જેમાં ડીઝલથી ચાલતાં ટ્રેક્ટર અને થ્રેશર સહિતના ભાડામાં વધારો ઝીંકાયો છે. ગત વર્ષે ખેડ, પ્લાઉ, રોટાવેટર, કટર અને ખેતમજૂરી સહિત ખેડૂતને એક વીઘા જમીન પાછળ રૂ.2710નો ખર્ચ કરવો પડતો હતો. તે વધીને હવે રૂ.3600 થયો છે. એટલે કે, શિયાળુ ખેતીમાં ખેડૂતની જાવકમાં 33%નો વધારો થયો છે.

જિલ્લામાં ડીઝલનો ભાવ રૂ.100થી ઉપર પહોંચ્યો છે ત્યારે તેની અસર ખેતીવાડી ઉપર પડતાં ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. ખેતી કામ માટે વપરાતા ડીઝલના સાધનો સાથે બળદથી થતી ખેતી અને ઉંટલારી સહિતના ભાડામાં એક વીઘા જમીનમાં ગત વર્ષની સરખામણીએ રૂ.40 થી માંડી રૂ.300નો ભાવવધારો થયો છે. જેમાં ખેતમજૂરીમાં રૂ.40, ખેડમાં રૂ.50, ઊંટલારીમાં રૂ.80, બળદથી થતી ખેતીમાં રૂ.100, રોટાવેટરમાં રૂ.200 તેમજ પ્લાઉ અને કટરમાં રૂ.300નો ભાવવધારો કરાયો છે.

થ્રેસરીંગમાં પ્રતિ કલાકના રૂ.300નો ભાવ વધારો અલગથી વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, 10 મહિના પહેલાં ડીઝલનો ભાવ રૂ.80 આસપાસ હતો, હાલમાં રૂ.100થી ઉપર પહોંચ્યો છે. વધતા ભાવથી ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો

ખેતીકામમાં ભાવવધારો

કામગીરી

જૂનો ભાવનવો ભાવ
ખેડરૂ.350રૂ.400
પ્લાઉરૂ.700રૂ.1000
રોટાવેટરરૂ.800રૂ.1000
કટરરૂ.700રૂ.1000
ખેતમજૂરીરૂ.160રૂ.200
થ્રેસર(કલાકે)રૂ.700રૂ.1000
બળદથી ખેતીરૂ.300રૂ.400
ઊંટલારીનું ભાડુંરૂ.120રૂ.200
અન્ય સમાચારો પણ છે...