તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રામોસણા પુલ નીચે કારની ટક્કરથી રિક્ષા સવારનું મોત

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરથી જેતલવાસણા દર્શને જતો હતો

મહેસાણા-ઊંઝા હાઈવે ઉપર રામોસણા ઓવરબ્રિજની નીચે એક કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ડ્રાઈવર સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વડોદરાના મુસાફરનું મોત નિપજ્યુ હતુ. તેથી બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

મૂળ જેતલવાસણાના અને હાલમાં વડોદરા રહેતા રમણભાઈ દેવીપૂજક પોતાના પરિવાર સાથે વડોદરાથી એસટી બસમાં રાધનપુર ચોકડી ઉતરીને રિક્ષામાં બેસી જેતલવાસણા જતા હતા. તે દરમિયાન રામોસણા ઓવરબ્રિજ નીચે દર્શન હોટલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કારે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી. તેથી રિક્ષા ચાલક સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 108 દ્વારા સિવિલમાં સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સામવેદ હોસ્પિટલમાં રમણભાઈ દેવીપૂજકના પિતા સંપતભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...